• શુક્રવાર, 26 ડિસેમ્બર, 2025

નખત્રાણા લોહાણા મહાજનની ક્રિકેટ ટૂર્ના.માં મહાદેવ હોમિયો કેર ટીમ વિજેતા

નખત્રાણા, તા. 25 : અહીં નખત્રાણા લોહાણા મહાજન સંચાલિત, લોહાણા યુવક મંડળ આયોજિત આર.પી.એલ. બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ સિઝન-8 નાઇટ ક્રિકેટ સ્પર્ધામાં ફાઇનલમાં રનર્સ શિવમ બ્લાસ્ટર ટીમ સામે મહાદેવ હોમિયો કેર ટીમ ચેમ્પિયન બની હતી. વિજેતાઓને દાતાઓ, અગ્રણીઓ અને યુવક મંડળના સદસ્યોના હસ્તે સન્માનિત કરાયા હતા. ટૂર્નામેન્ટના વિવિધ દાતા સ્વ. મૂળજીભાઇ પરસોત્તમ બારૂ, સ્મૃતિકપ-2025 મુખ્ય ટ્રોફીના દાતા રાજેશભાઇ બારૂ, નીલેશભાઇ બારૂ, રનર્સઅપ ટ્રોફીના દાતા કલ્પેશભાઇ કે. સચદે (રસલિયા) હા. રાજ સચદે, રવિ સચદે, અન્ય દાતાઓ દીક્ષિત ઠક્કર (ટીડીઓ), સંગીતાબેન મહેશભાઇ શંભુલાલ ઠક્કર, મેન ઓફ ધ સિરિઝના દાતા ચેતન બી. મજેઠિયા, ગિરીશભાઇ ગણાત્રા, રિતેશ છગનભાઇ આઇયા, સાગર ચંદન, જિજ્ઞેશ બુદ્ધિલાલ કટારિયા, ઉર્વેશ રસિકભાઇ પલણ રહ્યા હતા. 16 ટીમે ભાગ લીધો હતો. મહાદેવ હોમિયો કેર, ખુશી સુપર સિક્સર, સચદે મેડિકલ, ગુંતલી ઇલેવન, હરિસિદ્ધિ મોબાઇલ, મિત ઇલેવન, પ્રિન્સ વોરિયર્સ, અંજાર કોબ્રા સિક્સ સ્કોર્ડ, શિવમ બ્લાસ્ટર, જલારામ સિઝન, સોમૈયા સોલ્જર, હિરવા ઇવેન્ટ વોરિયર્સ, આશાપુરા સિક્સર, જય ઇન્ફો વોરિયર્સ ટીમોએ ભાગ લીધો હતો. બેસ્ટ બોલર ઉદય રાજદે, બેસ્ટ બેટર ધવલ ઠક્કર, મેન ઓફ ધ મેચ અને સિરિઝ ઓમ સોમેશ્વર રહ્યા હતા. મહાજન અગ્રણી, મહિલા મંડળ, યુવક મંડળના સભ્યોની ઉપસ્થિતિ હતી.

Panchang

dd