• શુક્રવાર, 26 ડિસેમ્બર, 2025

માધાપરમાં બાઈકે ટક્કર મારતાં મહિલાનું મોત

ભુજ, તા. 25 : ગઈકાલે સાંજે માધાપરના ગંગેશ્વર માર્ગે પગે જતા 47 વર્ષીય મહિલા હાસુબાઈ મીઠાભાઈ રબારીને બાઈકે ટક્કર મારતાં ગંભીર ઈજાનાં પગલે તેમનું કરુણ મોત નીપજ્યું હતું. માધાપર નવાવાસના જલારામનગરમાં રહેતા હાસુબાઈ રબારી ગઈકાલે સાંજે 7:30 વાગ્યાના અરસામાં ગોગાનગર ગંગેશ્વર માર્ગે પગે જઈ રહ્યા હતા, ત્યારે બાઈક નં. જીજે-39-ઈ-4076વાળાએ ટક્કર મારતાં ગંભીર રીતે ઘાયલ હાસુબાઈને તેમના જમાઈ રામાભાઈ રવાભાઈ રબારી સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં લખાવી હતી.

Panchang

dd