• શુક્રવાર, 26 ડિસેમ્બર, 2025

ચીને કહ્યું : ભારત નિકટનો ભાગીદાર

બીજિંગ, તા. 2પ : અમેરિકાના સંરક્ષણ વિભાગ (પેંટાગોન)ના ભારતને ચીન મુદ્દે ચેતવતા અહેવાલથી ભડકી ગયેલાં ચીને કહ્યું હતું કે, ભારત અમારું નિકટનું ભાગીદાર છે. ચીન ભારત સાથે સીમા પાર વાસ્તવિક નિયંત્રણ રેખા પર તાણ ઘટવાનો લાભ લઈને દ્વિપક્ષીય સંબંધોને સ્થિર કરવા માગે છે. હકીકત એ પણ છે કે, ભાત અને અમેરિકા વચ્ચે સંબંધ મજબૂત થતાં ચીન રોકવા માગે છે. ચીનના વિદેશ મંત્રાલયે અમેરિકી ટિપ્પણીનો વિરોધ કર્યો હતો. ડ્રેગનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને ગુરુવારે પત્રકારોને જણાવ્યું હતું કે, ચીન પોતાની રાષ્ટ્રીય રક્ષા નીતિ પર પેંયગોનની ટિપ્પણીનો વિરોધ કરે છે. સાથે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ચીન ભારત સાથે પોતાના સંબંધોને રણનિતીક અને દીર્ઘકાળનાં દૃષ્ટિકોણથી જુએ છે. સીમાનો મામલો ચીન અને ભારત વચ્ચેનો મુદ્દો છે. અમે કોઈ પણ ત્રીજા દેશ દ્વારા આ મુદ્દા પર ટિપ્પણીનો વિરોધ કરીએ છીએ, તેવું ચીની વિદેશ પ્રવક્તાએ કહ્યું હતું. અમેરિકાએ ભારતને ચેતવણી આપતાં કહ્યું હતું કે, ચીનની ચાલથી ચેતવું જરૂરી છે. ભારત સાથે સંબંધો સ્થિર કરવાનાં બહાને ચીન અમેરિકા સાથે ભારતના સંબંધો મજબૂત થતા રોકવાના પ્રયાસો કરી રહ્યું છે.

Panchang

dd