લંડન, તા. 2પ
: એશિઝ સિરીઝમાં ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ ઇંગ્લેન્ડના કંગાળ દેખાવ પછી કોચ બ્રેંડન મેકલમ
અને તેની બેઝબોલ રણનીતિની ચોમેર ટીકા થઇ રહી છે. પ મેચની એશિઝ શ્રેણી ઇંગ્લેન્ડ ટીમ
11 દિવસની રમતમાં 0-3થી
ગુમાવી ચૂકી છે. ઇંગ્લેન્ડ ટીમની તમામ મોરચે નિષ્ફળતા પછી કોચ મેકલમને બદલવાની સતત
માંગ થઇ રહી છે. આ દરમિયાન ઇંગ્લેન્ડના પૂર્વ સ્પિનર મોંટી પાનેસરે જણાવ્યું છે કે
મેકલમને તાત્કાલિક અસરથી કોચપદેથી દૂર કરી દેવો જોઇએ. ઇંગ્લેન્ડના ક્રિકેટને બચાવવું
હોય તો ભારતના રવિ શાત્રીની ટેસ્ટ ટીમના કોચ પદે નિયુકિત કરવી જોઇએ. રવિ શાત્રીનો ટીમ ઇન્ડિયાના કોચ તરીકેનો કાર્યકાળ
સફળ રહ્યો છે. તેના માર્ગદર્શનમાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર જ બે ટેસ્ટ
શ્રેણીમાં હાર આપી હતી. મોન્ટી પાનેસર કહે છે કે રવિ શાત્રી ઇંગ્લેન્ડ ટીમના નવા કોચ
બનવાની પૂરી ક્ષમતા ધરાવે છે. એશિઝ સિરીઝ પછી આપ રવિ શાત્રીને ઇંગ્લેન્ડ ટીમ સાથે જોડાયેલા
જોઇ શકો છો.