• શુક્રવાર, 26 ડિસેમ્બર, 2025

અમેરિકા ટેરિફ 15 ટકા કરી દે : ભારતની માંગ

નવી દિલ્હી, તા. 25 : મુક્ત વેપાર સંધિ માટે ભારતે અમેરિકા સમક્ષ અંતિમ પ્રસ્તાવ મૂકતાં કહ્યું હતું કે, 50 ટકા ટેરિફમાંથી ઘટાડીને 15 ટકા કરી દેવો જોઇએ. સાથો સાથ રશિયા પાસેથી તેલ ખરીદી બદલ જે 25 ટકા વધારાની પેનલ્ટી અમેરિકાએ  લગાડી છે, તે પૂર્ણપણે ખતમ કરી દે. બંને દેશ વચ્ચે જારી વેપાર સંધિની ચર્ચા પર નવાં વર્ષમાં નક્કર ફેંસલાની આશા છે. બંને દેશ વચ્ચે એક વ્યાપક દ્વિપક્ષીય વેપાર સમજૂતી પર વાતચીત ચાલી રહી છે. ભારતીય વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે કહ્યું હતું કે, સંધિ પર જલ્દી સહમતી બની શકે છે. ચાલુ સપ્તાહે ભારત અને અમેરિકાની વેપાર ટીમો વચ્ચે દિલ્હીમાં બેઠક થઇ હતી. ચર્ચા બે મુદ્દા પર થઇ રહી છે. પ્રથમ એક મોટી અને સ્થાયી વેપાર સમજૂતી પર અને બીજું અમેરિકાએ લાદેલા 50 ટકા ટેરિફને હટાવવા અથવા ઘટાડવા માટે એક માળખાંની સમજૂતી પર. અમેરિકા 50માંથી 15 ટકા ટેરિફ તેમજ રૂસી તેલ ખરીદી બદલ વધારાની 25 ટકા પેનલ્ટી હટાવી દેવાની ભારતની ઓફરો સ્વીકારી લે, તો ભારતીય સામાન અમેરિકામાં સસ્તો થશે.આમ થવાથી અમેરિકામાં ભારતની નિકાસ વધશે, ભારતીય કંપનીઓને લાભ થશે અને રોજગાર વધશે. પેટ્રોલ-ડિઝલની કિંમતો કાબૂમાં રહી શકશે.

Panchang

dd