કાઠડા (તા. માંડવી), તા. 25 : ચારણો વ્યસનો, કુરિવાજોથી અંધકારમય
જીવન જીવી રહ્યા હતા ત્યારે આઇ સોનલમાએ પ્રગટ થઇ ચારણોના પ્રાણની પ્રતિષ્ઠા કરી છે,
તેવું સોનલધામ કાઠડા ખાતે સોનલબીજની ઉજવણી પ્રસંગે અગ્રણીઓએ જણાવ્યું
હતું. તેઓએ જણાવ્યું કે, સોનલધામે કાઠડાની શોભા વધારી છે અને
અહીં અનેક ચારણ-ચારણેત્તર માઇભક્તોએ માથું ટેકવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે નિયમિત
આરતી તથા મધ્યાંતર બાદ પુનશીભાઇ ગઢવી, વિજયાબેન વાઘેલા દ્વારા
રાસ-ગરબા યોજાયા હતા. સાથે શૈક્ષણિક સન્માન, મહાપ્રસાદના દાતા
ખીમશ્રીબેન ભીમશીભાઇ ધનાણી પરિવારનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઇ
ચાવડાએ શેડ માટે રૂા. 5,00,000 તથા
ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવેએ રૂા. 3,00,000ની
ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી. તેમનું સન્માન સમિતિ વતી કરાયું હતું. સાંજે આરતીનો
ચડાવો લેવાયો હતો, જેનો લાભ રૂા. 51,000 સાથે
રામ અભા સાખરા પરિવારે લીધો હતો. ધાર્મિક કાર્યક્રમ માટે રૂા. 51,000 રતનમા ખેતશી નાગડા પરિવાર હસ્તે કરશન અભા સાખરા તથા
સોનલધામ માટે દાનપેટીમાં સૌથી વધુ રકમ નારાણ વાલજી પાસ્તાનાં નામની જાહેરાત કરાઇ હતી.
આ કાર્યક્રમમાં અખિલ કચ્છ ચારણ સભાના પ્રમુખ દેવરાજભાઇ કરશનભાઇ ગઢવી, માંડવી તા.પં.ના પ્રમુખ કેવલભાઇ ગઢવી, કૈલાસદાનભાઇ ગઢવી,
પોલીસ વિભાગના કુલદીપભાઇ ગઢવી, મયૂરભાઇ ગઢવી,
કોડાય ચારણ સમાજ પ્રમુખ વાછિયાભાઇ ગઢવી, નાના લાયજા
સરપંચ વિરમભાઇ ગઢવી, તા.પં. સદસ્ય દેવાંગ ગઢવી, કાઠડા ચારણ સમાજના પ્રમુખ ભારૂભાઇ ગઢવી, ઉપપ્રમુખ વિરામભાઇ
ગઢવી, સરપંચ સોનલબેન ગઢવી, ઉપસરપંચ કમલેશભાઇ
પાસ્તા, ચા.સ. સમૂહલગ્ન સમિતિના પ્રમુખ ભચુભાઇ ગઢવી, કાઠડા સમૂહલગ્ન સમિતિ પ્રમુખ રામભાઇ સાખરા વગેરે અગ્રણીઓ હાજર રહ્યા હતા. સંચાલન
દેવાંગભાઇ વિંઝાણી અને આભારવિધિ સોનલધામ ટ્રસ્ટ સમિતિ વતી દીપકભાઇ ગઢવીએ કરી હતી. સોનલધામ
માટે અનેક વરસો સુધી સેવા આપી ચૂકેલા સ્વ. જાદવભાઇ ગઢવીને યાદ કરી તેમની સેવાની નોંધ
લેવાઇ હતી. વ્યવસ્થા ચારણ સમાજના યુવાનોએ સંભાળી હતી.