તાજેતરમાં પૂરી થયેલી ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ
વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડના બેટર ડ્વેન કોન્વેએ એક ટેસ્ટમાં બેવડી સદી અને
સદી નોંધાવનાર ન્યૂઝીલેન્ડનો પહેલો અને વિશ્વનો 10મો
બેટર બન્યો. આ 10માં બે બેટરે એક ટેસ્ટમાં ત્રેવડી
સદી અને સદી નોંધાવી છે. ઇંગ્લેન્ડના ગ્રેહામ ગૂચ 333 અને
123 ભારત વિરુદ્ધ 1990માં
લોર્ડઝ ખાતે નોંધાવ્યા છે. જ્યારે શ્રીલંકાના બેટર કુમાર સંગકારાએ 319 અને 105 બાંગલાદેશ
વિરુદ્ધ 2014માં ચિતાગોંગ
ખાતે નોંધાવ્યા છે. એક ટેસ્ટમાં બેવડી સદી અને સદી નોંધાવનારાની ક્લબમાં ઝિમ્બાબ્વેનો
એન્ડી ફલાવર ફક્ત એક રન માટે આ સિદ્ધિ મેળવતો ચૂકી ગયો હતો. તે 2001-02માં હરારે ખાતે સા.આફ્રિકા વિરુદ્ધ 142 અને 199 રને
અણનમ રહ્યો હતો.- પરમાનંદ જોશી, ભુજ