સુમરાપોર (તા. ભુજ), તા. 25 : ભુજ તાલુકાના પચ્છમ વિસ્તારના મુખ્ય મથક ખાવડા ખાતે
એહલે હદીશ હિતરક્ષક સમિતિના પ્રમુખ તરીકે નિયુક્ત થયેલા અબ્દુલ વહાબ ભચુ- મમણનું 151 શાલ ઓઢાડીને સમગ્ર પચ્છમ વતી સન્માન કરવામાં આવ્યું
હતું. જમીઅત એહલે હદીષ કચ્છ અને જમીઅત એહલે હદીષ પચ્છમ ઝોનના અને વિવિધ રાજકીય-સામાજિક
આગેવાનોએ તેમનું સન્માન કર્યું હતું. મુસ્લિમ યુવા કોર કમિટીના મોહસીન હિંગોરજા મામદ
લાખા, જમીઅત એહલે હદીષ કચ્છના અમીર મૌલાના યુનુસ જામઈના અધ્યક્ષતામાં
વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પંચાયત દિનારા સભ્ય રસીદ સમા, જુમા અલીમામદ, સુલેમાન મોહંમદી, હાજી ગની જુસબ, ઈશા સમા, વાયદના
જેસિગ, હાજી રહીમના વગેરે આગેવાનો હાજર રહ્યા હતા. આયોજક સમિતિના
મૌ. બલાલ જામઈ અમીર - પચ્છમ ઝોન, ભીલાલ આઈ. સમા, મૌ. અ.રસીદ મોહંમદી, અમીન ફૈઝી, મૌ. નૂરમોહંમદ નૂરી સહિત સમગ્ર પચ્છમથી વિવિધ સમાજોના સામાજિક આગેવાનો,
યુવા કાર્યકરો હાજર રહ્યા હતા. વિશેષ સન્માનનીય કાર્યક્રમ માટે પચ્છમના
જમીઅતના ઝોનના કાર્યકરો સહભાગી બન્યા હતા.