• શુક્રવાર, 26 ડિસેમ્બર, 2025

ભારતીય મહિલા ટીમનું લક્ષ્ય શ્રેણી વિજય : આજે શ્રીલંકા વિરુદ્ધ ત્રીજી ટી-20 મેચ

તિરુવંનથપુરમ, તા.2પ : ભારત અને શ્રીલંકા મહિલા ટીમ વચ્ચેની પ મેચની ટી-20 શ્રેણીની ત્રીજી મેચ અહીં શુક્રવારે રમાશે. 2-0ની સરસાઇ સાથે હરમનપ્રિત કૌરને ટીમ પાસે હવે જીતની હેટ્રિક સાથે શ્રેણી કબજે કરવાની તક છે. બીજી તરફ શ્રીલંકા ટીમ પર શ્રેણી જીવંત રાખવાનું દબાણ રહેશે. ભારતની ઇલેવનમાં અનુભવી ઓલરાઉન્ડર દીપ્તિ શર્માની વાપસી થઇ શકે છે. બીમારીને લીધે તેણીએ બીજો મેચ ગુમાવ્યો હતો. જો કે તેનાં સ્થાને જેનો સમાવેશ થયો હતો તે સ્નેહ રાણાનો દેખાવ સારો રહ્યો હતો. આથી કપ્તાન હરમનપ્રિત અને કોચ અમોલ મઝૂમદાર સામે આખરી ઇલેવન પસંદ કરવાનો સુખદ પડકાર રહેશે. દીપ્તિ ટી-20 ઇન્ટરનેશનલમાં 10 વિકેટથી ફક્ત 2 વિકેટ દૂર છે. લગ્ન ફોક પછી સ્ટાર બેટર સ્મૃતિ મંધાના સારો દેખાવ કરી શકી નથી. આ વર્ષ સતત રનનો ધોધ વહાવનાર સ્મૃતિ પાસેથી ટીમને ત્રીજી ટી-20 મેચમાં મોટી ઇનિંગ્સની આશા રહેશે. તિરુવંનથપુરમમાં પહેલીવાર મહિલા ટી-20 મેચ રમાશે. પુરુષ ટી-20ના 4 મુકાબલા રમાયા છે. જેમાં પહેલા બેટિંગ કરનાર ટીમ ત્રણ મેચમાં હારી છે. બીજા મેચમાં શેફાલી વર્માએ આક્રમક અર્ધસદી કરી હતી. તે વધુ એક આક્રમક ઇનિંગ રમવા ઉત્સુક છે. મેચ શુક્રવારે સાંજે 7-00 વાગ્યાથી શરૂ થશે.

Panchang

dd