• શુક્રવાર, 26 ડિસેમ્બર, 2025

આદિપુરમાં પિતા-પુત્રનો યુવાન ઉપર તલવારથી હુમલો

ગાંધીધામ, તા. 25 :   આદિપુરમાં મુંદરા સર્કલથી અંતરજાળ તરફ જતા માર્ગ ઉપર પિતા-પુત્રએ યુવાન ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવ અંતરજાળ ખાતે ગત રાત્રિના 9.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. મેરુભા ઉદયાસિંહ વાઘેલા (ઉ.વ. 32) ઉપર રણવીરાસિંહ રાઠોડે હુમલો કર્યો હતો. આરોપીએ તલવારથી માથાંના ભાગે હુમલો કરીને ધોકાથી માર માર્યો હતો. ભોગ બનનારે ફરિયાદ નોંધાવતાં આદિપુર પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Panchang

dd