• શુક્રવાર, 26 ડિસેમ્બર, 2025

ચેક પરતના કેસની અપીલમાં ભુજના આરોપીને એક વર્ષની સજાનો હુકમ કાયમ

ભુજ, તા. 2પ : ચેક પરતના કેસની અપીલમાં ભુજના આરોપીને એક વર્ષની સજાનો હુકમ કાયમ રાખતો ચુકાદો સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. સાત વર્ષ અગાઉ 2018માં આરોપી ઈમરાન ઈસ્માઈલ કુંભાર (રહે. ભુજ) દ્વારા ફરિયાદી રાજેશકુમાર શામજીભાઈ મહેશ્વરી રૂા. પાંચ લાખની લેણી રકમનો આપેલો ચેક પરત ફરતાં થયેલી ફરિયાદમાં બીજા ચીફ જ્યુ.એ આરોપી ઈમરાનને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદ તથા ચેક પેટેની રકમ વળતર તરીકે ચૂકવવા હુકમ કર્યો હતો. આ હુકમ સામે આરોપીએ અપીલ કરી હતી, જે અપીલ પ્રિન્સિપાલ સેશન્સ જજ ડી. પી. મહિડાની કોર્ટમાં ચાલી જતાં અપીલ નામંજૂર કરી નીચલી કોર્ટનો હુકમ કાયમ રાખતો ચુકાદો આપ્યો હતો. ફરિયાદી વતી એડવોકેટ એ. આર. મલેક અને તેમની સાથે પી. બી. સીજુ, એન. આર. સીજુ, કેશવ જે. ભદ્રુ હાજર રહ્યા હતા.

Panchang

dd