• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

ચિત્રોડ નજીક ડિવાઈડરમાં બાઈક ભટકાતાં યુવાનનું મોત

ગાંધીધામ, તા. 18 : રાપર તાલુકાના ચિત્રોડ નજીક માતાજીનાં દર્શને જઈ રહેલા હીરા કરશન રબારી (ઉ.વ. 22)નું બાઈક ડિવાઈડરમાં ભટકાતાં આ યુવાનનું મોત થયું હતું. અંજારના તાલુકાના નવી દુધઈ ગામમાં રહેનાર હીરા રબારી નામનો યુવાન આજે બાઈક લઈને હારીજ બાજુ લિંબોય માતાના દર્શન કરવા નીકળ્યો હતો. આ યુવાન એકલો બાઈકથી જઈ રહ્યો હતો. દરમ્યાન બપોરના અરસામાં ચિત્રોડ નજીક નાયરા પેટ્રોલ પંપથી થોડે દૂર તેનું બાઈક ડિવાઈડરમાં ભટકાતાં યુવાનને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી, જેમાં તેનું બનાવ સ્થળે જ મોત થયું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું. પોલીસે ફરિયાદ નોંધવા સહિતની આગળની તપાસ હાથ ધરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang