ગાંધીધામ, તા. 13 : ભચાઉની ભાળેશ્વર સોસાયટી બહાર ખુલ્લી જગ્યામાં
જાહેરમાં દારૂની મહેફિલ માણતા સાત શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. ભચાઉની ભાવેશ્વર સોસાયટીની
બહાર ખુલ્લી જગ્યામાં વાહનો ઉભા રાખીને સાત શખ્સો ગઈકાલે રાત્રે દારૂની મહેફીલ માણી
રહ્યા હતા. દરમ્યાન અચાનક પોલીસ ત્યા આવી પહોંચી હતી અને અહીંથી રવિ નરશી ગામી પટેલ,
ભાર્ગવ રમેશ દરજી, શિવમ જયંતી દરજી, જીત ધર્મેન્દ્ર ઠક્કર, ભાવેશ મહેન્દ્ર દરજી, ધ્રુવ
નવિન સોલંકી, ગૌરવ રવિ સોલંકી, નામના શખ્સોને પકડી પાડયા હતા. આ શખ્સો પાસેથી દારૂની
બોટલ 150 એમ.એલ. તથા પાંચ વાહનો, સાત મોબાઈલ એમ કુલ રૂા. 14,30,300નો મુદ્દામાલ જપ્ત
કરાયો હતો. પરંતુ આ શખ્સો પાસે રોયલ સ્ટેગની બોટલ ક્યાંથી આવી હતી તે બહાર આવ્યું નહોતું.