• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

જુગારીઓ હજુય `પડ'માં : ત્રણ દરોડામાં 17 જબ્બે

ભુજ/ગાંધીધામ, તા. 18 : જુગાર અંગે પડાયેલા દરોડામાં તાલુકાના દેશલપર (વાં)ની વાડીમાં નાલ ઉઘરાવી ધાણીપાસા વડે જુગાર રમતા 10 ખેલીને પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂા. 1,66,200 મળી કુલ 10,61,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે એક નાસી છુટયો હતો, તો લાખોંદની સીમમાં ધાણીપાસા વડે હારજીતનો ખેલ ખેલતા ત્રણ પકડાયા હતા. પદ્ધર પોલીસે રોકડ સહિત કુલ રૂા. 27,310 જપ્ત કર્યા હતા. બીજી બાજુ ગાંધીધામ તાલુકાના પડાણામાં જાહેરમાં પત્તા ટીંચતા ચાર ખેલીને પોલીસે ઝડપી પાડી રોકડા રૂા. 18,200 કબજે કર્યા હતા. પોલીસે આપેલી માહિતી મુજબ, દેશલપરની ઉગમણી બાજુની સીમમાં અબ્બાસ સુમાર બાફણ પોતાના કબજાની વાડીમાં બહારથી જુગાર રમવા ખેલીઓને બોલાવી નાખ ઉઘરાવી તથા રમવા માટેની સગવડો પૂરી પાડી જુગાર રમાડતો હોવાની પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં ઈસ્માઈલ ઉર્ફે કાનુડો કાસમ બાફણ, દિનેશ ટાયા મહેશ્વરી, નરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા, હરેશ ભીમજી કોલી, અબ્દુલ સતાર ઓઢેજા, મોહમદ હનીફ અલીમામદ કુંભાર, કરણસિંહ દેવુભા ચુડાસમા, અબ્દુલ અદ્રેમાન સાડ, કેતન દેવજી મહેશ્વરી અને આસિફ જુસબ ચાકીને પોલીસે પકડી પાડયા હતા, જ્યારે સંચાલક અબ્બાસ નાસી છુટયો હતો. પકડાયેલા ખેલીઓ પાસેથી પોલીસે રોકડા રૂા. 1,66,200 તથા મોબાઈલ નંગ 10 કિ. રૂા. 65,000, બોલેરો જીપકાર કિ. રૂા. 3,00,000, કાર કિ. રૂા. 5,00,000 અને મોટર સાઈકલ કિ. રૂા. 30,000 મળી કુલ રૂા. 10,61,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પદ્ધર પોલીસે પાડેલા દરોડામાં લાખોંદ ગામના સીમ વિસ્તારમાં આવેલી આશાબાપીરની દરગાહની બાજુમાં આવેલા વોકળામાં ધાણીપાસા વડે જુગાર રમતા રાજેશ વાલજી આહીર, મેઘજી શંભુ ચાવડા અને મીઠુ સલુ કોલીને ઝડપી પાડી રોકડા રૂા. 17,310, બે મોબાઈલ કિ. રૂા. 10,000 મળી કુલ રૂા. 27,310નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બીજી તરફ પડાણામાં પંચરત્ન કોમ્પ્લેક્ષ પાછળ ફૈથ લુમ્બર ટિમ્બરની સામે જાહેરમાં પત્તા ટીંચતા અને કલ્યાણી ટિમ્બરમાં રહેતા જસમત દરજ અલી, મોમીલખાન મોજીદખાન પઠાણ, જોઈનુદ્દીન હજરતઅલી શેખ, આઈજુલ ગુલબહાર શેખ નામના શખ્સોને પોલીસે પકડી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 18,200 તથા ગંજીપાના હસ્તગત કરાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang