• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

રામવાવમાં દુકાનનું પતરું તોડી 12 હજારની તસ્કરી

ગાંધીધામ, તા. 15 : રાપર તાલુકાના રામવાવ ગામમાં એક દુકાનના પતરા તોડી અંદર ઘૂસેલા નિશાચરોએ  તેમાંથી રોકડ રૂા. 12,000ની ચોરી કરી હતી. રામવાવ ગામમાં રહેતા ફરિયાદી ધીરજ ભચુ ઢીલા (આહીર) ગામમાં જ માધવ એન્ટરપ્રાઇઝ નામની દુકાન ચલાવે છે. ગત તા. 13/9ના રાત્રે દુકાન બંધ કરી આ વેપારીએ તા. 14/9ના દુકાન ખોલતાં પોતાની દુકાનમાં ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. તેમની આ દુકાન પાછળ આવેલા ગોદામનું પતરું તોડી નિશાચરો અંદર ખાબક્યા હતા અને દુકાનની બારીનું લોક તોડયું હતું. દુકાનના ગલ્લામાં રાખેલા રોકડ રૂા. 12,000ની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા. ચોરીના આ બનાવને કારણે ચકચાર પ્રસરી હતી. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang