• શુક્રવાર, 28 જૂન, 2024

ઇવીએમ સામે મસ્કના બખાળા

ભારતીય ચૂંટણી પ્રક્રિયાના અભિન્ન અને ભરોસાપાત્ર અંગ બની ચૂકેલા  ઇલેક્ટોનિક વોટિંગ મશીન (ઇવીએમ)ની સામે વિપક્ષી રાજકીય પક્ષોનો વિરોધ અંતહિન બની ગયો હોય તેવી ગંભીર સ્થિતિ ઊભી થઇ છે. તાજેતરમાં લોકસભાની ચૂંટણીઓના પરિણામ અંગે વિપક્ષોને કોઇ વાંધો હોવાથી ઇવીએમની સામે કોઇ  આરોપ લાગ્યા હોવાની રાહત લાંબી ટકી નથી. વખતે અમેરિકાના વિખ્યાત પુંજીપતિ એલન મસ્કે જે રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ (એઆઇ)ની મદદથી ઇવીએમ મશીનો હેક થઇ શકે એવું વિધાન સર્જીને ભારતના સ્વદેશી મતદાન મશીનની વિશ્વસનીયતા સામે વધુ એક વખત સવાલ ઊભા કર્યા છે. કોઇપણ વૈજ્ઞાનિક  આધાર વગર આવો દાવો કરવા પાછળ  મસ્કનો ઇરાદો એઆઇને પ્રચલિત કરવાનો અને ખાસ તો ભારતીય ટેક્નોલોજીની દેન સમાન ઇવીએમની લોકપ્રિયતાને રોકવાનો હોવાનું પ્રાથમિક રીતે જણાઇ રહ્યંy છેપણ તેમના વિધાનથી ભારતમાં વિરોધપક્ષોએ ફરી એક વખત ઇવીએમ સામેની કાગારોળ મચાવી છેમતદાનની પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવામાં ભારે ક્રાંતિકારી રહેલા મશીનોની સામે ઊઠેલા તમામ સવાલનો ભૂતકાળમાં જવાબ આપી દેવાયા હોવા છતાં વારંવાર આવા સવાલો ઊભા થતા રહે છે અને  વિવાદ છેડાતો રહે છે. દરેક વિવાદ વખતે મુદ્દો જોરશોરથી ઉપાડનારા વિસરી જાય છે કે, ટેક્નોલોજીની રીતે મશીન સૌથી સલામત બનાવાયા છે. તેને કોઇ  ઇન્ટરનેટ જોડાણ આપી શકાતું નથી હોતું અને તેને બ્લ્યૂટૂથ કે વાઇફાઇની સાથે પણ કનેક્ટ કરી શકાતું નથી. આને લીધે ઇવીએમ મશીનોને બહારથી સંચાલિત કરી શકાતા નથી. અત્યાર સુધી આવા મશીન સામેના કોઇપણ આરોપ ટેક્નોલોજીની રીતે સાબિત થઇ શક્યા નથી. ખુદ સર્વોચ્ચ અદાલતે પણ ઇવીએમની વિશ્વસનીયતા સામે સુનાવણી હાથ ધરીને તેના પર પોતાની મહોર મારી છે. આવા કોઇપણ વિવાદ સમયે ચૂંટણીપંચ દ્વારા દરેક સવાલના જવાબ આપવામાં આવે છે, પણ વિરોધપક્ષો તેમના સવાલો અને આરોપોનો વારંવાર પુનરોચ્ચાર કરવાની  કોઇપણ તક  જતી કરતા નથી. વખતે મસ્કના નિવેદનની સાથે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સહિતના નેતાઓએ આરોપોની ઝડી વરસાવીને વિવાદને ઘેરો બનાવ્યો છે, પણ ચૂંટણીપંચે ઇવીએમને હેક થઇ શકે એવા પોતાના વલણનો પુનરોચ્ચાર કર્યો છેદરમ્યાન, શિવસેના શિંદેના સાંસદ રવીન્દ્ર વાયકરની જીતની સરસાઇ ઓછી હોવાને પગલે તેમના એક સંબંધી સામે મતગણતરીમાં મોબાઇલ લઇ જઇને તેને શંકાસ્પદ રીતે રાખવાના મુદ્દે ગુનો દાખલ કરાયો છે. પોલીસ મામલાની તપાસ કરશે તે પછી ચૂંટણીપંચ પણ પોતાની તપાસ કરીને સત્યને બહાર આણશે. દરમ્યાન મસ્કે જે રીતે અમેરિકાની ચૂંટણી મતપત્રોથી કરાવવાનો આગ્રહ કરતો પત્ર ત્યાંની સરકારને પાઠવ્યો છે, તેમાં ઇવીએમ હેક થઇ શકે એવી શંકા વ્યક્ત કરી છે. તેમનો ઇરાદો એવો જણાય છે કે, ભારતીય ઇવીએમની સફળતાથી પ્રેરાઇને તેનો અમેરિકામાં ઉપયોગ થવા લાગે નહીં. વળી પણ જગજાહેર વાત છે કે, પશ્ચિમી દેશો ભારતના ટેક્નોલોજીના સફળ આવિષ્કારને હજી ખુલ્લા મને સ્વીકારતા નથીઆવામાં પશ્ચિમી નિષ્ણાતો અને વગદારો કોઇપણ ભારતીય સફળતાની સામે આધાર વગરના સવાલ ઊભા કરીને પોતાના બદઇરાદાને આગળ ધપવવા સતત ટાંપીને બેઠા હોય છેમસ્કે નિવેદન કર્યા બાદ તેમની વાતને સાચી ગણીને મેદાનમાં કૂદી પડેલા ભારતીય રાજનેતાઓએ ખરેખર તો દેશહિતને પ્રધાન્ય આપીને પાયાવગરની રાજકીય સનસનાટી સર્જવાથી અળગા રહેવું જોઇએપણ કમનસીબે વાત તેમને ગળે ઊતરતી નથી

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang