• રવિવાર, 30 જૂન, 2024

વિરમગામ રેલવે પોલીસનો એન.ડી.પી.એસ. ગુનાનો આરોપી ભારાસરથી પકડાયો

ભુજ, તા. 27 : વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનનો એન.ડી.પી.એસ.નો ગુનાના નાસતા ફરતા આરોપીને માનકૂવા પોલીસે ભારાસરથી ઝડપી લીધો હતો. હાલ અંતરજાળ મૂળ બનાસકાંઠા બાજુનો રોનકભાઈ પ્રવીણભાઈ ઠક્કર વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ.ના ગુનાનો નાસતો-ફરતો આરોપી છે. માનકૂવા પોલીસની પેટ્રોલિંગ દરમ્યાન એ.એસ.આઈ. પંકજકુમાર કુશવાહને મળેલી બાતમીના આધારે તેને ભારાસરની સીમમાં આવેલા ભૂતનાથ મહાદેવ મંદિરમાંથી ઝડપી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang