• રવિવાર, 30 જૂન, 2024

`જય પેલેસ્ટાઇન' બોલીને ફસાયા ઓવૈસી : રાષ્ટ્રપતિને પત્ર

નવી દિલ્હી, તા. 26 : લોકસભામાં શપથ લેતા સમયે એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ જય પેલેસ્ટાઈન કહેતા વિવાદ શરૂ થયો છે. ઓવૈસીનું સંસદ સભ્યપદ રદ કરવાની માગણી કરવામાં આવી રહી છે. વરિષ્ઠ વકીલ હરિશંકર જેને આ મામલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખ્યો છે અને ઓવૈસીનું સંસદ સભ્યપદ અયોગ્ય ઠેરવવાની માગણી કરી છે. વરિષ્ઠ વકીલ હરિશંકર જૈને હૈદરાબાદથી ફરી એક વખત ચૂંટાયેલા સાંસદ ઓવૈસી દ્વારા શપથગ્રહણ કરતા સમયે જય પેલેસ્ટાઈનના નારા મામલે રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે. તેમણે અનુરોધ કર્યો છે કે સંસદ સભ્યના રૂપમાં શપથ લેતા સમયે વિદેશી દેશ એટલે કે પેલેસ્ટાઈન પ્રત્યે પોતાની નિષ્ઠાનું પાલન સ્વીકાર કરવા બદલ સાંસદને અયોગ્ય ઠેરવવામાં આવે. સંસદ બહાર ઓવૈસીએ કહ્યું હતું કે દરેક લોકો અલગ અલગ વાત કરી રહ્યા હતા જય પેલેસ્ટાઈન કેવી રીતે ખોટું છે. આ મામલે કેન્દ્રીય મંત્રીજી કિશન રેડ્ડી અને કિરેન રિજિજુએ પણ ઓવૈસીની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતમાં રહેતા ભારત માતા કી જય બોલી શકતા નથી પણ જય પેલેસ્ટાઈન બોલી શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang