• રવિવાર, 30 જૂન, 2024

કોહલીનો ફ્લોપ શો જારી : ઓપનિંગમાં મોકલવાની રણનીતિ સામે સવાલ

પ્રોવિડન્સ, તા. 27 : ટી-20 વિશ્વકપમાં ટીમ ઇન્ડિયા તો શાનદાર પ્રદર્શન કરી રહી છે પણ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી ફ્લોપ સાબિત થયો છે. તેણે સાત દાવમાં માત્ર 65 રન કર્યા છે અને સ્વાભાવિક રીતે ઓપનિંગનું સ્થાન તેને માફક આવ્યું નથી. સેમિફાઇનલમાં કોહલી માત્ર નવ રને આઉટ થયો હતો. વર્લ્ડકપમાં તેણે એકપણ અર્ધસદી ફટકારી નથી અને એવરેજ માત્ર 9.28ની છે પણ સતત નિષ્ફળતાઓ છતાં ટીમ મેનેજમેન્ટ શા માટે રોહિત શર્મા અને વિરાટની ઓપનિંગ જોડીની વ્યૂહરચનાને વળગી રહ્યું એ સમજાતું નથી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang