• રવિવાર, 30 જૂન, 2024

વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને આત્મવિશ્વાસનું ભાથું બાંધ્યું

ત્રિનિદાદ, તા. 27 : સેમિફાઇનલમાં દ. આફ્રિકાના હાથે 9 વિકેટે મળેલી કારમી હારથી અફઘાનિસ્તાનનો કપ્તાન રાશિદ ખાન દુ:ખી છે, પણ તેનું માનવું છે કે જરૂર આ રાત ટીમ માટે મુશ્કેલ છે, પણ આ ટૂર્નામેન્ટથી તેની ટીમનો આત્મવિશ્વાસ મળ્યો છે. અમે કોઈપણ ટીમને હરાવી શકીએ છીએ તેવો આત્મવિશ્વાસ ઊભો થયો છે. સેમિફાઇનલની નિરાશાજનક હાર અમારા માટે કઠિન છે. અમારે શાનદાર દેખાવ કરવાનો હતો, પણ પરિસ્થિતિએ અમારો સાથ ન આપ્યો. ટી-20 ક્રિકેટમાં તમારા પરિસ્થિતિ અનુસાર તુરત અનુકૂળ થવું પડે છે. આ ટૂર્નામેન્ટમાં અમારી ટીમને ઘણું શીખવા મળ્યું. અમારા માટે હજુ આ પ્રારંભ છે. અમારી અંદર કોઈપણ ટીમને હાર આપવાનો આત્મવિશ્વાસ આવી રહ્યો છે. અમને ખબર છે કે અમારી પાસે કૌશલ્ય છે. અમે અહીં દબાણમાં અને વિપરિત સ્થિતિમાં કેમ રમવું તે શિખ્યા. એક ટીમનાં રૂપમાં હજુ ઘણા સુધારો કરવાની જરૂર છે. બેટિંગમાં ઘણો સુધારો કરવો પડશે. રાશિદ ખાને સ્વીકાર્યું કે આફ્રિકાની બોલિંગ જબરદસ્ત હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang