• રવિવાર, 30 જૂન, 2024

નવીનાળના અદાણી કચ્છ કોપર પ્લાન્ટમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

ભુજ, તા. 27 : મુંદરાના નવીનાળ-સિરાચા સીમમાં આવેલી અદાણી કચ્છ કોપર કંપનીના પ્લાન્ટના સ્ટોરેજ યાર્ડમાંથી તા. 4/6થી 19/6 દરમ્યાન છ કોપરની પ્લેટ કિં. રૂા. 3,20,000ની ચોરી થઇ હતી, જેમાં બે આરોપીને મુંદરા પોલીસે ઝડપી આ ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. કંપનીના સ્ટોરેજ યાર્ડમાંથી થયેલી આ ચોરી અંગે 22/6ના પોલીસને જાણ કરાઇ હતી અને પોલીસે ફરિયાદ નોંધાવવાનું જણાવતાં કંપનીના મેનેજમેન્ટ સાથે ચર્ચાના અંતે ગઇકાલે કંપનીના બાલેશ્વર પ્રસાદ શ્રીવાસ્તવે સત્તાવાર નોંધાવેલી પોલીસ ફરિયાદમાં કોઇ?અજાણ્યા ચોર યાર્ડમાંથી છ કોપર કેથોડની પ્લેટ વજન 438 કિલો કિં. રૂા. 3,20,000ની ચોરી કરી લઇ?ગયા છે. દરમ્યાન, મુંદરા પોલીસ રાત્રિ પેટ્રોલિંગમાં હતી ત્યારે એ.એસ.આઇ. દિનેશભાઇ?બુદ્ધભટ્ટીને એક ઇસમ શંકાસ્પદ જણાઇ આવતાં કાયદેસરની કાર્યવાહી સાથે યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતાં અદાણી કચ્છ કોપર પ્લાન્ટમાંની ચોરીની કબૂલાત કરતાં મુંદરા પોલીસે આ કામના આરોપી હરદીપસિંહ લધુભા ખોડ અને યુવરાજસિંહ ઉર્ફે ડાડા જુવાનસિંહ જાડેજા (રહે. બંને મોટા કાંડાગરા)ને ઝડપી આ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. આ કામગીરીમાં પી.આઇ. જે. વી. ધોળા તથા એ.એસ.આઇ. દિનેશભાઇ અને મુંદરા પોલીસ સ્ટાફ જોડાયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang