• રવિવાર, 30 જૂન, 2024

સેન્સેક્સ સડસડાટ 79000 પાર

મુંબઈ, તા. 27 : બેન્ચમાર્ક સેન્સેક્સ 79,000ની ઐતિહાસિક સપાટી તોડી 568.93 પોઈન્ટ અથવા 0.72 ટકા ઊછળી પ્રથમ વખત અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તર 79,243.18એ બંધ થયો હતો, જ્યારે નિફટી પણ પ્રથમ વખત 24,000ની ટોચ પાર કરી 175.00 પોઈન્ટ અથવા 0.74 ટકા વધીને 24,044.50ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. આજના સત્રમાં રોકાણકારોની મૂડી રૂા. 1.81 લાખ કરોડ વધી હતી. ઈન્ફોસિસ, રિલાયન્સ અને ટીસીએસ જેવા બ્લૂચીપ શેરોમાં થયેલી ખરીદીએ સતત ચોથા દિવસે બજારને સર્વકાલીન ઉચ્ચ સ્તરે બંધ થવા તથા લાભ લંબાવવામાં મદદ કરી હતી. ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં માસિક કોન્ટ્રાક્ટની સમાપ્તિ વચ્ચે 30 શેર ધરાવતો બીએસઈ સેન્સેક્સ દિવસ દરમ્યાન 721.78 પોઈન્ટ અથવા 0.91 ટકા ઊછળી 79,396.03ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી 79,243.18ની નવી ટોચે બંધ થયો હતો. નિફટી દિવસ દરમ્યાન 218.65 પોઈન્ટ અથવા 0.91 ટકા વધીને 24,087.45ની સર્વકાલીન ટોચે પહોંચી 24,044.50ની તાજી વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસીમ, એલટીઆઈ માઇન્ડ ટ્રી, વિપ્રો અને એનટીપીસીના ભાવ સૌથી વધુ વધ્યા હતા, જ્યારે શ્રીરામ ફાઇનાન્સ, એલ એન ટી, આઇશર મોટર્સ, બજાજ ઓટો અને ડિવિઝ લેબના ભાવ સૌથી વધુ ઘટયા હતા. આઈટી 1.7 ટકા અને પાવર સેક્ટર્સ 1.7 ટકા વધ્યા હતા, જ્યારે પીએસયુ બેન્ક ઇન્ડેક્સ એક ટકો ઘટયો હતો. બીએસઈ મિડકેપ ફ્લેટ હતો જ્યારે સ્મોલકેપ 0.5 ટકા ઘટયો હતો. આજે એક્સિસ બેન્ક, બાયર ક્રોપ સાયન્સ, ભારતી એરટેલ, જીએમઆર એરપોર્ટ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ગ્રાસીમ, આઈસીઆઈસીઆઈ બેન્ક, જેએસડબલ્યુ સ્ટીલ, એલઆઈસી હાઉસિંગ, મુથૂટ ફાઇનાન્સ, ઓઇલ ઇન્ડિયા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, વોડાફોન, વ્હર્લપુલ, પી.બી. ફિન્ટેક, સંવર્ધન મધરસન વગેરે શેરના ભાવ બાવન સપ્તાહની ઊંચાઈએ હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang