• રવિવાર, 30 જૂન, 2024

યુરો કપમાં અપસેટ: પોર્ટુગલને 2-0થી હાર આપી જોર્જિયા રાઉન્ડ-16માં

બર્લિન, તા.27:  જોર્જિયા ટીમે યૂરો કપ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં મોટો અપસેટ કરીને પોર્ટૂગલ સામેની 2-0ની જીતથી નોકઆઉટ રાઉન્ડમાં જગ્યા બનાવી છે. જો કે રોનાલ્ડોની ટીમ ગ્રુપ એફમાં ટોચ પર રહી નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી છે. જોર્જિયાએ પોર્ટૂગલ સામે 2-0 ગોલથી વિજય મેળવ્યો હતો. રોનાલ્ડોના પ્રશંસક સાત નંબરની જર્સીવાળા જોર્જિયાના ખેલાડી કવારાત્સખેલિયાએ મેચ પહેલા (રોનાલ્ડો) સાથે વાત કરી હતી. તેને રોનાલ્ડોનું શર્ટ પણ ભેટમાં મળ્યું હતું. આ પછી પ્રેરિત થયેલા આ ખેલાડીએ મેચમાં પહેલો ગોલ કરીને જોર્જિયાને સરસાઇ અપાવી હતી. મેચની ફકત 93મી સેકન્ડે જ તેણે ગોલ કર્યો હતો. જયારે બીજો ગોલ પ7મી મિનિટે જોર્જેસ મિકાઉતાત્જેએ કર્યો હતો. રાઉન્ડ-16માં જોર્જિયાની ટકકર સ્પેન સામે થશે. જયારે પોર્ટૂગલ સામે સ્લોવેનિયા હશે. યૂરો કપની ગ્રુપ એફની અન્ય એક મેચમાં તુર્કીએ ઝેક રિપબ્લિક સામે 2-1થી જીત મેળવીને રાઉન્ડ-16માં સ્થાન મેળવ્યું હતું. સ્ટોપેજ ટાઇમમાં 94મી મિનિટે સેનક તોસુને ગોલ કરી તુર્કીની જીત અપાવી હતી. હકાન ચલ્હાનોગ્લૂએ તુર્કી માટે પહેલો ગોલ પ1મી મિનિટે કર્યો હતો. ઝેક ગણરાજય તરફથી ટોમસ સૌસેકે 66મી મિનિટે ગોલ કર્યોં હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang