• રવિવાર, 30 જૂન, 2024

વીબીસી-ભુજની બોક્સ ક્રિકેટ ટૂર્ના. યોજાઇ

ભુજ, તા. 27 : વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન યુવક મંડળ-ભુજ દ્વારા બોક્ષ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન વીબીસી આરટીઓ સંકુલ ખાતે કરાયું હતું જેમાં ચાર કેટેગરીની 47 ટીમોમાં 380 જેટલા સભ્યોએ ભાગ લીધો હતો. મેલ કેટેગરીમાં ધ બોયઝ ચેમ્પિયન તથા ઈન્ફિનિટી ઈગ્નિટર્સ રનર્સઅપ રહી હતી. ફાઇનલમાં મેન ઓફ ધ મેચ સિદ્ધાર્થ મહેતા, બેસ્ટ બેટર જય મહેતા, બેસ્ટ બોલર હેત ખંડોલ તથા પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ જિગર બાબરિયા રહ્યા હતા. ફિમેલ કેટેગરીમાં ધ ઓપનર ચેમ્પિયન તથા અર્હમ ફાઇટર્સ રનર્સઅપ રહી હતી. ફાઇનલમાં મેન ઓફ ધ મેચ ધારા રૂતુલ શાહ, બેસ્ટ બેટર નંદી કિરણ બાબરિયા, બેસ્ટ બોલર રિચા મોરબિયા અને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ નિધિ જિતેન્દ્ર શાહ રહી હતી. એબોવ 45 કેટેગરીમાં લવલી સ્ટાર્સ ચેમ્પિયન તથા અલંકાર ફાઇટર્સ રનર્સઅપ રહી હતી. ફાઇનલ મેન ઓફ ધ મેચ વિરેન પારેખ, બેસ્ટ બેટર પરાગ બાબરિયા, બેસ્ટ બોલર રાજેશ મહેતા તથા પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ કિરણ પારેખ રહ્યા હતા. 10થી 16 બોયઝ કેટેગરીમાં ધ બોયઝ ચેમ્પિયન તથા દોશી રોકસ્ટાર રનર્સઅપ રહી હતી. ફાઇનલ પ્લેયર ઓફ ધ મેચ મન મહેતા, બેસ્ટ બેટર ધ્યેય મોરબિયા, બેસ્ટ બોલર ચૈત્ય મહેતા તથા પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ જીનય રાહુલ દોશી રહ્યા હતા. એવોર્ડ સમારોહમાં મંડળના પ્રમુખ નીરજ દોશી તથા મંત્રી આશિષ બાબરિયાએ જણાવ્યું હતું કે સ્પોર્ટ્સના માધ્યમથી વ્યક્તિમાં શારીરિક તથા માનસિક વિકાસ થાય છે. મહાજનના પ્રમુખ કિશોર મોરબિયા, મંત્રી ભોગીલાલ મહેતા, મોટા સમાજના મહામંત્રી મહેશ મહેતા તથા મહિલા મંડળના મંત્રી નિમુબેન દોશીએ જણાવ્યું હતું કે મંડળ સમાજને એક તાંતણે બાંધવાનો એક પ્રયાસ કરી રહ્યું છે. વીબીસી-ભુજ સમાજ અને યુવક મંડળના પૂર્વ પ્રમુખ ભદ્રેશ દોશી હાજર રહ્યા હતા. અમ્પાયરની સેવા ધીરેન પાસડ, પાવન ત્રેવાડિયા તથા ધાર્મિક મહેતાએ આપી હતી. સ્કોરર વિરાટ વોરા તથા હર્ષ મોરબિયા રહ્યા હતા. સ્પોર્ટ્સ કમિટીના કન્વીનર નિમિષ દોશી તથા તુષાર પારેખ કમિટીના સભ્યો મિતેષ મોરબિયા, હિરેન દોશી, ભવ્ય દોશી, પ્રતિક દેવાણી, રાજ દોશી, યશ દોશી, રાજ મોરબિયા તથા મંડળના કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી. ટૂર્નામેન્ટ દરમિયાન દરરોજ અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. આભાર વિધિ નિમિષભાઈ દોશી તથા તુષારભાઈ પારેખે કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang