• રવિવાર, 30 જૂન, 2024

વિદેશથી ભારતીયોએ મોકલ્યાં ધૂમ નાણાં

નવી દિલ્હી, તા. 27 : વિદેશમાં રહેતા ભારતીયોએ દેશમાં મન ભરીને પૈસા મોકલ્યા છે. વર્લ્ડ બેંકના રિપોર્ટમાં આંકડા અનુસાર નાણાકીય વર્ષ 2023-24માં વિદેશમાં રહેતા ભારતીય મુળના લોકોએ 120 અબજ ડોલરની રકમ મોકલી છે. અહેવાલની ખાસ વાત એ છે કે, ભારતમાં આવેલા પૈસાનો આ આંકડો અમેરિકાથી અંદાજીત બમણો છે. ચીન આ મામલે ત્રીજા નંબરે છે. જ્યારે પાકિસ્તાન યાદીમાં પાંચમા સ્થાને છે. વિદેશથી ભારતમાં મોકલવામાં આવેલી રકમમાં છેલ્લા નાણાકીય વર્ષમાં 7.5 ટકાનો  જોરદાર ઉછાળો આવ્યો છે. અમેરિકામાં મોંઘવારીમાં આવેલા ઘટાડા અને મજબુત બજારના કારણે આ ફાયદો જોવા મળ્યો છે. વર્લ્ડ બેંકના રિપોર્ટ અનુસાર 2021-22 દરમિયાન મજબુત વૃદ્ધિ બાદ 2023મા સત્તાવાર રીતે વિદેશમાં રહેતા ભારતીયો દ્વારા મોકલવામાં આવેલા પૈસા નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં ઓછા રહ્યા છે અને 656 અબજ ડોલર સુધી આવી ગયા હતા. વિશ્વ બેંકના અહેવાલમા આપવામાં આવેલા આંકડા અનુસાર નાણાકીય વર્ષ 2023માં વિદેશમાં રહેતા ભારતીયો દ્વારા ભારતમાં મોકલવામાં આવેલી રકમ તમામ દેશમાં વસેલા અમેરિકીઓ દ્વારા અમેરિકામાં મોકલવામાં આવેલી રકમથી બમણી છે. મેક્સિકોને આ સમયમાં 66 અબજ ડોલરની રકમ મળી છે. વિદેશમાં રહેતા મુળ નિવાસીઓ દ્વારા મોકલવામાં આવેલી રકમ મામલે ટોપ-5 દેશમાં ભારત અને અમેરિકા ઉપરાંત ચીન, ફિલિપિન્સ અને પાકિસ્તાન પણ છે. યાદીમાં પાંચમા સ્થાને રહેલા પાકિસ્તાનીઓએ પોતાના દેશમાં નાણાકીય વર્ષ 2023મા 27 અબજ ડોલરની રકમ મોકલી છે. જ્યારે ચીન 50 અબજ ડોલર સાથે ત્રીજા સ્થાને છે.ચોથા નંબરે ફિલિપિન્સ છે. જેણે 39 અબજ ડોલર મોકલ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang