• રવિવાર, 30 જૂન, 2024

આ પીચ સેમિફાઇનલને લાયક નહીં : અફઘાન કોચ ટ્રોટની ટીકા

ત્રિનિદાદ, તા. 27 : અફઘાનિસ્તાન ટીમના કોચ જોનાથન ટ્રોટે દ. આફ્રિકા વિરુદ્ધ રમાયેલી સેમિ ફાઇનલ મેચમાં ઉપયોગમાં લેવાયેલી પીચની આકરી ટીકા કરી છે. આઈસીસી પર આકરી ટિપ્પણી કરીને કોચ  ટ્રોટે કહ્યંy હતું કે, સેમિ ફાઇનલ સ્તરની મોટી મેચ માટે આ પીચ યોગ્ય ન હતી. આ પીચ પર ઝડપી બોલરોને ભરપૂર મદદ મળી રહી હતી અને અસામન ઉછાળ હતો. હું મારી ટીમનો બચાવ કરવા માગતો નથી, પણ કોઈપણ વિશ્વકપની સેમિ ફાઇનલ મેચ આવી પીચ પર રમાડવી જોઈએ નહીં. આ પીચ પર બેટધરોને પૂરી રીતે બહાર કરી દીધા હતા. મુકાબલો બરાબરીનો હોવો જોઈએ. ઇંગ્લેન્ડના પૂર્વ બેટર અને અફઘાન કોચ જોનાથન ટ્રોટે વધુમાં જણાવ્યું કે, હું એવું નથી કહેતો કે પીચ સપાટ હોવી જોઈએ, જેમાં સ્પિનર કે ફાસ્ટ બોલર માટે મૂવમેન્ટ ન હોય. મારો મતલબ એ છે કે આપે બેટધરોનું પણ ધ્યાન રાખવું જોઈએ. તેમને પોતાના કૌશલના ઉપયોગનો મોકો મળવો જોઇએ. જે સેમિ ફાઇનલની પીચ પર ન હતું. ટ્રોટે કહ્યંy તારોબામાં વિશ્વકપની પાંચ મેચ રમાઈ, જેમાં પહેલાં બેટિંગ કરનારી ટીમ એકવાર જ 100 ઉપરના સ્કોરે પહોંચી શકી. વિન્ડિઝે કિવિઝ સામે છ વિકેટે 149 રન કર્યા હતા અને તેનો બચાવ પણ કર્યો હતો. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે જીત સાથે આફ્રિકાના કેપ્ટન એડન માર્કરમે પણ આ પીચની આકરી ટીકા કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang