• રવિવાર, 30 જૂન, 2024

રાષ્ટ્રપતિનું અભિભાષણ સરકારની ક્રિપ્ટ : વિપક્ષો

નવી દિલ્હી, તા. 27 : વિપક્ષી નેતાઓએ ગુરુવારે સંસદની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિનાં સંબોધનને `સરકાર દ્વારા આપવામાં આવેલી ક્રિપ્ટ' સમાન ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, આ અભિભાષણ જે `જૂઠાણાથી ભરેલું' હતું, વિપક્ષોએ કટોકટીના વારંવાર ઉલ્લેખ કરવા બદલ સરકારની ટીકા કરી હતી. તેઓએ કહ્યું હતું કે, દેશમાં `અઘોષિત કટોકટી' છે અને મોદી સરકાર દ્વારા બંધારણ પર હુમલો કરવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમનાં સંબોધનમાં 1975માં કટોકટીની ઘટનાને બંધારણ પર સીધા હુમલાનું `સૌથી મોટું અને સૌથી ઘેરું પ્રકરણ' ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, દેશે ગેરબંધારણીય દળો પર વિજય મેળવ્યો. રાષ્ટ્રપતિનાં સંબોધન બાદ પત્રકાર સાથેની વતચીતમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ભારતને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવાના સરકારના દાવાને ખોટો ઠેરાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભારત પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની જે વાત કહેવામાં આવી રહી છે. શું તેણે આપણા ખેડૂતોને સમૃદ્ધ બનાવ્યા છે? જો આપણે પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ તો પછી આટલા બધા યુવાનો બેરોજગાર કેમ છે? અગ્નિવીર જેવી યોજના શા માટે છે? મોંઘવારી પર અંકુશ કેમ નથી? તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિએ `સરકાર દ્વારા આપવામાં આવેલી ક્રીપ્ટ' વાંચી હતી અને ભાજપને હજુ સુધી સમજાયું નથી કે તેની પાસે બહુમતી નથી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang