• શુક્રવાર, 28 જૂન, 2024

કલંકિત સાંસદોની સંખ્યા વધી

નવનિર્વાચિત 543 સાંસદોમાંથી 251 (46 ટકા) વિરુદ્ધ ગુનાહિત કેસ નોંધાયેલા છે. આમાંથી 47ને દોષી ઠેરવવામાં આવ્યા છે. નવી લોકસભા ગઠનની તૈયારી વચ્ચે ઍસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એડીઆરએ ચૂંટણી જીતનારા બધા ઉમેદવારોની એફિડેવિટોનાં વિશ્લેષણ રિપોર્ટમાં માહિતી આપી છે. વેળા સંસદમાં પહોંચનારા ચાર ઉમેદવારો વિરુદ્ધ હત્યાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધાયેલા છે. જ્યારે 27 વિરુદ્ધ હત્યાના પ્રયાસના કેસ નોંધાયેલા છે. નવનિર્વાચિત 15 સાંસદો પર મહિલાઓ વિરુદ્ધ ગુનાહિત કેસ નોંધાયેલા છે, જેમાં બે પર દુષ્કર્મના આરોપ છે. સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2020માં બંધારણની ચોક્કસ કલમોને ટાંકીને બધા પક્ષોને પોતાના વિધાનસભા અને લોકસભા ઉમેદવારોનો સંપૂર્ણ ગુનાહિત ઇતિહાસ પ્રકાશિત કરવાનો આદેશ આપ્યો હતો. આદેશનો આશય રાજકારણને ગુનાહિત છબીવાળા નેતાઓથી મુક્ત કરાવવાનો હતો પણ આવું નથી થયું. 2019માં થયેલી સામાન્ય ચૂંટણીમાં આવા ઉમેદવારો અને ચૂંટાયેલા સભ્યોમાં 185 (34 ટકા), 2009માં 162 (30 ટકા) તથા 2004માં 125 (23 ટકા) પ્રમાણ હતું. વિશ્લેષણ પ્રમાણે 2009 પછી ગુનાહિત કેસ નોંધાયાની ઘોષણા કરનારા સાંસદોની સંખ્યામાં પંચાવન ટકાનો વધારો થયો છે. એડીઆરના રિપોર્ટ પ્રમાણે 2024માં જીતીને આવનારા સાંસદોમાં 93 ટકા કરોડપતિ છે, જે 2019ના 88 ટકાની સરખામણીમાં પાંચ ટકા અધિક છે. વેળા ચૂંટણી દરમિયાન હજારો કરોડની રોકડ જપ્ત કરવામાં આવી હતી. શરાબ અને બીજી ચીજવસ્તુઓ અલગ. બધી બાબતો દર્શાવે છે કે આપણી ચૂંટણી ધનબળ અને બાહુબળથી મુક્ત નથી થઈ. ગંભીર ગુનાઓ નોંધાયેલા હોય એવા સભ્યોની સંખ્યા 2009થી 124 ટકા વધી ગઈ છે. વેળા તો આતંકવાદના બે આરોપી પણ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. અત્યાર સુધી ચૂંટણી સુધાર પર તારકુંડે સમિતિ (1974-75) અને દિનેશ ગોસ્વામી સમિતિ (1990), રાજકારણના ગુનેગારીકરણ પર વોહરા સમિતિ (1993), ચૂંટણીઓમાં રાજ્ય વિત્તપોષણ પર ઈન્દ્રજીત ગુપ્તા સમિતિ (1998), ચૂંટણી સુધારા પર કાયદા પંચનો રિપોર્ટ (1999) અને ચૂંટણી પંચનો રિપોર્ટ (2004), ચૂંટણી કાયદા અને ચૂંટણી સુધાર પર તનખા સમિતિ (2010) વગેરેએ પોતાની ભલામણો કરી છે. જેના આધાર પર સજા સંભળાવવામાં આવેલી હોય તેઓના ચૂંટણી લડવા પર રોક. બેથી વધુ મતદાર ક્ષેત્રોથી ચૂંટણી લડવા પર પ્રતિબંધ અને ઉમેદવારનું મોત થાય તો ચૂંટણી સ્થગિત નહીં કરવી, ઈવીએમ, વીવીપેટ, નોટા, ચૂંટણી ખર્ચ પર સીલિંગ, પોસ્ટલ બેલેટ અને ટેક્નિકના પ્રયોગ વગેરે સુધારા કરવામાં આવ્યા છે. આમ છતાં આરોપિત ગુનેગારોને ચૂંટણી લડવા કે ગુનાહિત રેકોર્ડવાળા નેતાઓને સાંસદ બનતા નથી રોકી શકાયા. ચૂંટણી પંચની સાથે પક્ષોએ સુનિશ્ચિત કરવાનું રહેશે કે જે નેતાઓ પર ગંભીર આરોપ છે, તેઓને તેઓ ટિકિટ આપે. પક્ષો ઈચ્છે તો ગુનેગારોના ચૂંટણી લડવાના દ્વાર બંધ થઈ શકે છે

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang