બાસટેયર, તા. 29 : ઓસ્ટ્રેલિયાએ આખરી ટી-20 મેચ આસાનીથી જીતીને વેસ્ટ ઇન્ડિઝનો
પ-0થી સફાયો કર્યો છે. વેસ્ટ ઇન્ડિઝ તેના ટી-20 ઇતિહાસમાં પહેલીવાર 0-પથી હારી છે. ઓસ્ટ્રેલિયાએ 171 રનનો વિજય લક્ષ્યાંક 18 દડા બાકી રાખીને 17 ઓવરમાં સાત વિકેટે હાંસલ કરી
લીધો હતો. ટોસ જીતી ઓસ્ટ્રેલિયાએ બોલિંગ પસંદ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝ 19.4 ઓવરમાં 170 રને ઓલઆઉટ થઇ હતી. જેમાં મિડલઓર્ડર
શિમરોન હેટમાયરના 31 દડામાં ત્રણ
ચોગ્ગા-3 છગ્ગાથી પ2 રન મુખ્ય હતા. શેરફોન રૂધરફોર્ડે 17 દડામાં છ ચોગ્ગા - એક છગ્ગાથી
3પ રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી બેન
ડવારશુઇસ ત્રણ અને નાથન એલિસે બે વિકેટ લીધી હતી.
આ પછી ઓસ્ટ્રેલિયાએ 17 ઓવરમાં 7 વિકેટે 173 રન કરી ત્રણ વિકેટે સરળ જીત સાથે 5-0થી શ્રેણી કબજે કરી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કેમરૂન ગ્રીને 32, ટિમ ડેવિડે 30, મિચેલ ઓવેને 37 અને એરોન હાર્ડીએ અણનમ 28 રન કર્યા હતા. અકીલ હુસેનને ત્રણ અને જેસન હોલ્ડર-અલ્જારી જોસેફને
બે-બે વિકેટ મળી હતી. શ્રેણીમાં કુલ 20પ રન કરનાર કેમરૂન ગ્રીન પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર થયો હતો. બેન
ડવારશુઇસ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.