• શુક્રવાર, 01 ઑગસ્ટ, 2025

શરમાળ શમા આતંકીઓ સાથે કેમ જોડાઇ ?

ભાર્ગવ પરીખ દ્વારા : અમદાવાદ, તા. 30 : ગુજરાતમાંથી પકડાયેલા આતંકવાદીઓના તાર દિલ્હીથી હવે કર્ણાટક પહોંચ્યા છે, બેંગ્લોરમાં  હેબલ્લામાં એક ભાડાના  ફ્લેટમાં રહેતી યુવતી શરમાળ ગ્રેજ્યુએટ યુવતી શમા છેલ્લા કેટલાક સમયથી સુથારીકામ, વેઈટર જેવી નોકરી કરતા યુવાનોને પોતાના ઇન્સ્ટાગ્રામ  અને ફેસબુક એકાઉન્ટમાં જોડી કોમી વૈમનસ્ય ફેલાવતી હતી.  ગુજરાત એટીએસના એક ઉચ્ચઅધિકારીએ જન્મભૂમિ પત્રો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 23 તારીખે અમદાવાદ, અરવલ્લીના બે લોકો અને નોઈડા તથા  દિલ્હીથી બે લોકોને પકડયા હતા, એમના રિમાન્ડ દરમ્યાન ખબર પડી કે, આ ચારેય શમા નામની એક યુવતી સાથે સંપર્કમાં હતા. શમા દ્વારા મોકલાતા  વીડિયોથી ભારતમાં આતંક  ફેલાવવા ગઝવા-એ-હિન્દનાં નામથી ધાર્મિક લાગણીઓ દુભાય, કોમી વૈમનસ્ય ફેલાય અને ભારતમાં સરકારને અસ્થિર કરવાનાં કાવતરાં કરી રહ્યા હતા, જેમાં એ લોકો સ્ટ્રેન્જર ઓફ ધ નેશન અને સ્ટ્રેન્જર ઓફ નેશન-2 નામના પેજ પરથી લાહોરના મૌલાના અબ્દુલ અઝીઝના ભડકાઉ  ભાષણો મોકલતી હતી, એને ડાઉનલોડ કરી આ યુવાનો બીજાને મોકલતા હતા. મૂળ ઝારખંડની શમા પરવીન કોમર્સ ગ્રેજ્યુએટ થઇ એના નાના ભાઈ સાથે માતાને લઇ બેંગ્લોર રહેવા આવી હતી. અપરણિત 30 વર્ષીય  શમા  સોશિયલ મીડિયાનાં માધ્યમથી પાકિસ્તાની યુવાનોના સંપર્કમાં આવી હતી, અને ત્યારબાદ આ સંગઠનમાં જોડાઈ હતી. કોઈ આર્થિક વ્યવહાર થયા છે કે નહીં એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ. એક રૂમમાંથી ફોન અને લેપટોપની મદદથી સોશિયલ મીડિયામાં યુવાનોને આકર્ષી અલકાયદા માટે કામ કરતી હતી. બેંગ્લોરના વરિષ્ઠ પત્રકાર પ્રસાદ ભોંસેકરે જન્મભૂમિપત્રો સાથેની વાતચીતમાં કહ્યું કે, બેંગ્લોરના આર.ટી. નગરના હેબિલમાં મુસ્લિમ લોકોની બહુમતી છે. અહીં ઘણા યતીમખાના (અનાથઆશ્રમ) આવેલાં છે. અહીં ચાર હજારથી 36 હજારમાં મકાન મળે છે, ગુજરાત એટીએસે એની ગઈકાલે રાત્રે ધરપકડ કરી, ત્યારે આડોશ પાડોશના લોકો માનવા તૈયાર ન હતા કે, આ આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલી હશે. કારણ કે કાયમ બુરખામાં રહેતી અને ઘરની બહાર માંડ નીકળતી શમા આતંકવાદી સંગઠન સાથે જોડાયેલી હોઈ શકે.  એટીએસના ડીજી સુનિલ જોશીએ જન્મભૂમિપત્રો સાથેની વાતચીતમાં કહ્યું કે, શમા ફેસબુક પાર પેજમાં પ્રતિબંધિત સંગઠન કાયદા ઈન ઇન્ડિયન સબકોન્ટિનન્ટ માટે કામ કરતી હતી. એના ફોનમાંથી કેટલાક પાકિસ્તાની નંબરો મળ્યા છે, ઓડિયો મેસેજ, વોટ્સએપ ચેટ મળી છે એના રિમાન્ડ દરમ્યાન એના ઘણા આતંકી સંપર્કો પણ બહાર આવશે. 

Panchang

dd