• શુક્રવાર, 01 ઑગસ્ટ, 2025

કોંગ્રેસની પ્રાથમિકતા રાષ્ટ્રહિત નહીં પણ રાજકારણ

નવી દિલ્હી, તા. 30 : લોકસભા બાદ રાજ્યસભામાં બુધવારે ઓપરેશન સિંદૂર ઉપર ચર્ચા થઈ હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસની પ્રાથમિકતા રાષ્ટ્રીય સુરક્ષા નહીં પણ મતબેન્કનું રાજકારણ અને તુષ્ટિકરણ છે. કોંગ્રેસ સહિતના વિપક્ષ દ્વારા પીએમ મોદી દ્વારા જવાબ દેવામાં આવે તેવી માગ સાથે હંગામો કર્યો હતો. જેના જવાબમાં રાજ્યસભામાં ઉપસ્થિત ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, પીએમ મોદી ગૃહમાં જ તેમના કાર્યાલયમાં છે. આ જવાબથી વિપક્ષે વધારે હોબાળો મચાવતા કહ્યું હતું કે, જો પીએમ સદનના કાર્યાલયમાં હોય અને રાજ્યસભામાં ન હાજર રહે તો તે સદનનું અપમાન છે. આ આરોપ સાથે વિપક્ષ દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યું હતું. શાહે કહ્યું હતું કે વિપક્ષની માગ યોગ્ય નથી. બિઝનેસ એડવાઈઝરી કમિટીની બેઠકમાં નક્કી થયું હતું કે સરકાર જેનાથી ઈચ્છે તેના મારફતે જવાબ અપાવી શકે છે. કોંગ્રેસને કોઈ હક નથી કે ભાજપને આતંકવાદ મુદ્દે સવાલ કરે. કોંગ્રેસ આતંકવાદનું પોષણ કરતી પાર્ટી છે.  ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં પોતાના સંબોધનની શરૂઆત કરતા ઓપરેશન મહાદેવ અંગે માહિતી આપી હતી અને કહ્યું હતું કે પહલગામ હુમલામાં તૈયબાનો હાથ હતો તે સ્પષ્ટ થયું છે. પહલગામ હુમલો થયો તે સ્થળેથી એનઆઈએએ ખાલી કારતૂસ  બરામદ કરી હતી. જેને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. ઓપરેશન મહાદેવમાં ઠાર આતંકીઓ પાસેથી જે રાઈફલ મળી છે તેની તપાસમાં સામે આવ્યું છે કે આ રાઈફલ જ પહલગામ હુમલામાં ઉપયોગમાં લેવાઈ હતી.  અમિત શાહે સંબોધન દરમિયાન કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમ ઉપર નિશાન તાકતા કહ્યું હતું કે શું ચિદમ્બરમ પાકિસ્તાનને મદદ પહોંચાડવા માગે છે ? સદનમાં ચર્ચા પહેલા ચિદમ્બરમે પુરાવા કેમ માગ્યા ?ચિદમ્બરમ કોને બચાવવા માગે છે ?. ગૃહ મંત્રીએ કહ્યું હતું કે કોંગ્રેસ દરેક મુદ્દાને હિંદુ મુસ્લિમની નજરથી જોવે છે. કોંગ્રેસની પ્રાથમિકતા પોતાની વોટબેંક છે. હિંદુ ટેરરના આરોપોની શરૂઆત કોંગ્રેસે કરી હતી. હિંદુ ક્યારેય આતંકવાદી ન હોય શકે પણ કોંગ્રેસે ફર્જી કેસ કર્યા. છિછોરી રાજનીતિ કરી. તેમ છતા કોંગ્રેસને હાર જ મળી.  અમિત શાહે કહ્યું હતું કે 24 એપ્રિલે બિહારમાં ચૂંટણી સભા નહોતી. પીએમ મોદીએ સભામાં કહ્યું હતું કે પહલગામ હુમલો ભારતની આત્મા ઉપર હુમલો છે. 140 કરોડ ભારતીય એકજૂથ છે કે આતંકીઓા આકાની કમર તોડી નાખવામાં આવશે.શાહે આગળ ઉમેર્યું હતું કે ભારતીય સેના માટે કોંગ્રેસ ક્યારેય તૈયાર નહોતી. પહલગામ હુમલો કોંગ્રેસના શાસનમાં થયો હતો તો પાકિસ્તાનને ક્લીનચીટ મળી ગઈ હોત. માત્ર ડોઝિયર મોકલાયા હોત. કોંગ્રેસને કોઈ હક નથી કે આતંકવાદ ઉપર ભાજપને સવાલ પૂછે.  

Panchang

dd