• શુક્રવાર, 01 ઑગસ્ટ, 2025

વાડાપદ્ધરમાં આખરે થઇ કાર્યવાહી : ગૌચર દબાણ હટયું

નલિયા, તા. 30 : અબડાસામાં  મોટાભાગના તમામ ગામોની ગૌચર જમીન ઉપર પેશકદમી થઇ હોવાની ફરિયાદો લાંબા સમયથી સંભળાય છે. તંત્રે વ્યવસાયિક અમુક દબાણો હટાવ્યા બાદ આજે વાડાપદ્ધરમાં ગૌચર જમીન પરનું દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. વાડાપધ્ધર ગામમાં ગૌચર જમીન પર થયેલું દબાણ હટાવવામાં આવ્યું હતું. રેવન્યુ સર્વે નંબર 260 હેઠળની કુલ 300 એકર ગૌચર જમીનમાંથી  17 એકર પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યું હતુ  દબાણ હટાવ કામગીરી દરમિયાન ઓરડી, પાણીનો કાચો ટાંકો, કાચા વાડા અને પાણીની લાઇનો જેવા અનધિકૃત બાંધકામો હટાવવામાં આવ્યા હતા. સમગ્ર કામગીરી તાલુકા પંચાયતના કર્મચારીઓની હાજરીમાં તાલુકા વિસ્તરણ અધિકારી ભાણજીભા સોઢાના માર્ગદર્શન હેઠળ દબાણ હટાવની કાર્યવાહી કરવામાં આવી હતી. વાડાપધ્ધર ગામના સરપંચ, તલાટી, ગ્રામજનો હાજર રહ્યા હતા. આ ઉપરાંત પોલીસ બંદોબસ્તમાં નલિયાના પી.આઇ. વી. એમ. ઝાલા, વાયોર પી.એસ.આઇ. આઈ. કે. ડાંગર, જખૌ પી.એસ.આઇ. ડી. પી. ચુડાસમા સહીત સ્ટાફ જોડાયો હતો. 

Panchang

dd