• શુક્રવાર, 01 ઑગસ્ટ, 2025

બેંગ્લોરથી અલકાયદાની આતંકીની ધરપકડ

અમદાવાદ, તા. 30 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત એન્ટિ ટેરેરીસ્ટ સ્ક્વોડ (એટીએસ)એ આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં વધુ એક મોટી સફળતા મેળવી છે. એટીએસે બેંગ્લોરથીયે અલ-કાયદા સાથે સંકળાયેલી 30 વર્ષીય મહિલા શમા પરવીનની  ધરપકડ કરી છે. પરવીન પર ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર જેહાદી ષડયંત્ર રચવાનો અને દેશવિરોધી વીડિયો અપલોડ કરીને યુવાનોને જેહાદી કૃત્ય માટે ઉશ્કેરવાનો આરોપ છે. થોડા દિવસ પૂર્વે અલકાયદા સાથે સંકળાયેલા ચાર આંતકીની ધરપકડ બાદ હવે ઝડપાયેલી શમા પરવીનને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આજે રજૂ કરતાં કોર્ટે તેના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.  ગુજરાત એટીએસની ટીમને આ એકાઉન્ટ કર્ણાટકના બેંગ્લોરમાં રહેતી શમા પરવીન નામની મહિલા ચલાવતી હોવાનું જાણવા મળ્યું હતું. આ માહિતીના આધારે ગુજરાતની ટીમે શમાની અટકાયત કરી તેના મોબાઇલ ફોનની પ્રાથમિક તપાસ કરી હતી, જેમાં કેટલાક મોટા ખુલાસા થયા હતા. નોંધનીય છે કે, ગત 23  જુલાઈ-2025ના  ગુજરાત એટીએસએ અમદાવાદ અને મોડાસાના બે સહિત અલકાયદાના ચાર આતંકીની ધરપકડ કરી હતી, જેમાં મોહમ્મદ ફૈક મોહમ્મદ રિઝવાન (રહે. ફરાસખાના, દિલ્હી), મોહમ્મદ ફરદીન મોહમ્મદ રઈસ (રહે. ફતેહવાડી, અમદાવાદ), સેફુલ્લા કુરેશી મહમદ રફીક (રહે. ભોઇવાડા, મોડાસા) અને ઝીશાન અલી આસિફ અલી (રહે. સેક્ટર 63, નોઈડા)નો સમાવેશ થાય છે. હવે આ ચાર આતંકીનાં જૂથની માસ્ટરમાઇન્ડ એવી બેંગ્લોરની શમા પરવીનની એટીએસએ ધરપકડ કરી છે. એટીએસ ડીઆઈજી સુનીલ જોષીએ જણાવ્યું હતું કે, શમા પરવીન દ્વારા ઉપયોગમાં લેવાતા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ સ્ટ્રેન્જર્સ નેશન 02 અને ફેસબુક પેજ સ્ટ્રેજર્સ ઓફ ધ નેશન અને સ્ટ્રેજર્સ ઓફ ધ નેશન 02 મારફતે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અચઈંજના લીડર મૌલાના આસિમ ઉમર દ્વારા આપેલા જેહાદી ભાષણો પ્રસારિત કર્યાં છે, જેમાં ભારતીય સરકાર અને હથિયારબંધ વિપ્લવ, ગઝવા-એ-હિન્દ, ધર્મ આધારે હિંસા અને આતંકવાદી હુમલાઓ માટે આહ્વાન કરવામાં આવેલું છે. આ ઉપરાંત ઉપરોક્ત સોશિયલ મીડિયા એકાઉન્ટથી અલ-કાયદાના ઇમામ અન્વર અલ-આવલાકીના જેહાદી પ્રવચન પ્રસારિત કર્યાં છે, જેમાં ભારતીય મુસ્લિમ યુવાનોને ધર્મના આધારે હુમલા કરવા માટે ઉશ્કેરવામાં આવેલા છે.  લાહોરના લાલ મસ્જિદના મૌલાના અબ્દુલ અઝીઝના બયાનનો પણ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે મુસ્લિમોને સશત્ર સંઘર્ષ દ્વારા ભારત સરકારને બળજબરીથી પલટાવવા માટે ઉશ્કેરે છે અને તેઓ જાતિ આધારે દેશમાં વૈમનસ્ય ફેલાવવા ઉશ્કેરણી કરે છે. આ પુરાવાના આધારે ગુજરાત એટીએસ દ્વારા 27 જુલાઇના પરવીનની બેંગ્લોર ખાતેથી અટકાયત કરી ટ્રાંઝિટ રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી અર્થે એટીએસની કચેરીમાં લાવવામાં આવી હતી. વધુમાં શમા પરવીનના ફોનની ચકાસણી દરમિયાન અન્ય કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તથા ઇ-મેઇલ એકાઉન્ટ મળી આવ્યા હતા. સાથોસાથ વિદેશી તથા પાકિસ્તાની ઊક્ષાશાંશિંયત સાથે સંપર્ક મળી આવેલા છે, જે બાબતે ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શમાની ધરપકડને મળી સફળતા ગણાવતાં જણાવ્યું કે, તેનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. ચાર આતંકીને પહેલાં જ ગુજરાત એટીએસએ દબોચ્યા છે અને ગત રોજ વધુ એક સફળતા મળી છે. 

Panchang

dd