વિશ્વભરમાં ભારતીયોનો ડંકો વાગી રહ્યો છે. દુનિયાના દરેક દેશમાં
ભારતીય મૂળના લોકોનો વસવાટ અને વિકાસ વધી રહ્યા છે. પોતાની આવડત અને ક્ષમતાનાં બળે
ભારતીય સફળ થઈ રહ્યા છે. આ વિકાસની સાથે ભારતીય ધર્મ, સંસ્કૃતિ અને શિક્ષણનો પ્રભાવ પણ સતત વધી રહ્યો
છે. પણ, આ આદર્શ સ્થિતિની સામે વધી રહેલા વંશીય ભેદભાવ અને અત્યાચારના
બનાવો ચિંતાજનક પડકાર બની રહ્યા છે. હાલત એવી છે કે ઓસ્ટ્રેલિયા જેવા આધુનિક વિચારસરણી
ધરાવતા દેશમાં પણ ભારતીય અને એશિયન મૂળના લોકો સામે આવા કિસ્સા સતત વધી રહ્યા છે. થોડા
સમય અગાઉ મેલબોર્નનાં એક હિન્દુ મંદિર અને બે એશિયન રેસ્ટોરેન્ટને વંશીય ભેદભાવનાં
આક્રમણનો ભોગ બનવું પડયું હોવાના કિસ્સા પોલીસના ચોપડે ચડયા છે. આ ત્રણે સ્થળોએ દીવાલો
પર વંશીય ઉશ્કેરણીનાં ભીંતચિત્રો બનાવાયાં હતાં અને સૂત્રો લખાવાયાં હતાં. સ્થાનિક
પોલીસે આ બનાવ બન્યાનો સ્વીકાર કરીને એમ પણ કહ્યંy છે કે અમારા સમાજમાં ઘૃણા આધારિત અને વંશીય
વહેવારની માટે કોઈ સ્થાન નથી. આમ, આવાં કૃત્યો આચરનારાને ઓસ્ટ્રેલિયામાં સ્થાનિક
સ્તરે કોઈ વ્યાપક સમર્થન નથી, પણ વાસ્તવિક્તા એ છે કે આવા બનાવો
સતત વધી રહ્યા છે, જે હકીકત ભારે ચિંતા જગાવે તેવી છે. વિકસિત
અને ઉદારમતવાદી ઓસ્ટ્રેલિયનોની આ માનસિકતા તેમનાં સામાજિક માળખાંની ઊણપો છતી કરે છે. મેલબોર્નના આ બનાવો એકલદોકલ નથી. છેલ્લાં થોડાં
વર્ષમાં આવા બનાવો બની ચૂક્યા છે. આ ઉપરાંત અમેરિકા, કેનેડા,
ન્યૂઝીલેન્ડ અને બ્રિટન ઉપરાંત યુરોપના ઘણા દેશોમાં ભારતીય મૂળના લોકોની
સામે વંશીય હિંસાના બનાવ વધી રહ્યા છે. ખાસ તો, ભારતીયોને અપમાનિત
કરવાના કે વંશીય ઘૃણાનાં વિધાનો કરવાનું ચલણ ચોંકાવનારી રીતે વધી રહ્યંy છે. આ ઉપરાંત, ભારતીય મૂળના લોકોની ઉપર શારીરિક રીતે પણ હુમલા
વધ્યા છે. આ બધામાં ચિંતાજનક બાબત એ પણ છે કે ભારતીય મૂળના લોકો વચ્ચે વિદેશની ધરતી
પર ખટરાગનું પ્રમાણ પણ વધી રહ્યંy છે. ખાસ તો શીખ અલગતાવાદીઓ ભારતીય મૂળના લોકો અને તેમનાં ધર્મસ્થાનોને
નિશાન બનાવીને જે - તે દેશમાં પોતાની હાજરી
પૂરાવવા સતત ઉત્સુક રહે છે. સરવાળે ભારતીય મૂળના સામાન્ય નાગરિકોને બે મોરચે જોખમનો
સામનો કરવો પડી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશોની સરકારોએ તેમને ત્યાં
વકરી રહેલા શીખ અલગતાવાદને નાથવા પર ધ્યાન આપવાની જરૂરત છે. સાથોસાથ, આ સરકારોએ તેમનાં પોલીસતંત્રને કડક કાર્યવાહી
કરવાની સૂચના આપવાની જરૂરત છે. આ ઉપરાંત વંશીય ભેદભાવ અને અત્યાચારના બનાવોને રોકવા
સ્થાનિકના લોકોને ભારતીય સમુદાય અંગેની ખોટી માનસિક્તાને બદલવા માટે પણ વ્યાપક ઝુંબેશ
હાથ ધરવાની જરૂરત છે. આમે જે - તે દેશની સરકાર સાથે ત્યાંના ભારતીય સમુદાયોએ સહકાર
સાધીને ભારત અંગેનું સાચું ચિત્ર રજૂ કરવા તાકીદનાં પગલાં લેવાં જોઈએ.