શ્રીહરિકોટા, તા. 30 (પીટીઆઈ)
: અવકાશ ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક છલાંગ લગાવતાં ભારતે અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસાના
સહયોગથી પૃથ્વીની જટિલ પ્રક્રિયાઓના નિરીક્ષણ માટે બનાવાયેલા `િનસાર'
(નાસા-ઈસરો સિન્થેટિક એપર્ચર રડાર) ઉપગ્રહને બુધવારે જીએસએલવી રોકેટ
મારફતે સફળ રીતે લોન્ચ કરાયો હતો. બે અવકાશ એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે વિકસિત 51.7 મીટર ઊંચા લોન્ચ વ્હીકલ અને
2393 કિલો વજન ધરાવતા આ ઉપગ્રહને બુધવારે સાંજે 5.40 વાગ્યે ચેન્નલથી લગભગ 135 કિમી પૂર્વમાં સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેના બીજા લોન્ચ
પેડ પરથી તેની ઈચ્છિત ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યો હતો. ઈસરોના જીએસએલવી એફ-16એ લગભગ 19 મિનિટ અને લગભગ 745 કિમીની ઉડાન પછી `િનસાર' (નાસા-ઈસરો
સિન્થેટિક એપર્ચર રડાર) ઉપગ્રહને ઇચ્છિત સન સિંક્રનસ પોલર ઓર્બિટ (એસએસપીઓ)માં ઇન્જેક્ટ
કર્યો હતો તેમ ઈસરોએ જણાવ્યું હતું. ભારત પર કાર્યરત રીતે કેન્દ્રિત રિસોર્સસેટ અને
આરઆઈએસએટી શ્રેણીના સમાન ઉપગ્રહોને સફળતાપૂર્વક લોન્ચ કર્યા પછી ઈસરો નિસાર મિશન દ્વારા
પૃથ્વી ગ્રહનો અભ્યાસ કરવા માટે પ્રવાસ શરૂ કરી રહ્યું છે. રોકેટથી અલગ થયા પછી વૈજ્ઞાનિકો
ઉપગ્રહને કાર્યરત કરવાનું શરૂ કરશે. જો કે, આ મિશનના ઉદ્દેશ્યોને
પૂર્ણ કરવામાં ઘણા દિવસો લાગશે. - મિશન નિસારની વિશેષતાઓ : ભારત અને અમેરિકાની અવકાશ સંસ્થાઓના સંયુક્ત રીતે વિકસિત નિસાર
મિશન ઉન્નત સ્વીપએસએઆર ટેકનોલોજીનો ઉપયોગ કરે છે,
જે ઉચ્ચ રિઝોલ્યુશનની સાથે વ્યાપક ક્ષેત્રની તસવીરો લેવા સક્ષમ છે. આ
ઉપગ્રહ ભૂમિ અને બરફની થ્રી-ડી તસવીરો પ્રદાન કરશે, જેથી વૈજ્ઞાનિકોને
ભૂકંપ, ભૂસ્ખલન, સમુદ્રી બરફ અને ગ્લેશિયલરો
પર નજર રાખવા ઉપરાંત માનવસર્જિત ખતરાઓને પહોંચી વળવા માટે નીતિ અને યોજનાઓ બનાવવામાં
મદદ મળશે. અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ રડાર સિસ્ટમવાળો આ ઉપગ્રહ દૈનિક ધોરણે મોટા પ્રમાણમાં
માહિતી એકત્ર કરશે. - એક સે.મે.નો
બદલાવ પકડશે : શ્રેષ્ઠ ટેકનોલોજીથી
નિર્મિત આ નિસાર ઉપગ્રહ પૃથ્વીની સપાટીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવા સક્ષમ છે, જેમાં તે એક સેન્ટિમીટરના બદલાવને પણ પારખી
લેશે, જેનો મતલબ છે કે, આ સેટેલાઈટ પહેલાં
પ્રાકૃતિક આપદાઓનો સંકેત આપશે અને તેનાથી સાવચેત પણ કરશે.