નવી દિલ્હી, તા. 30 : કોંગ્રેસ
સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે સંસદ પરિસરમાં મીડિયા સાથે વાત કરતાં એવો આરોપ મૂક્યો હતો
કે, જો વડાપ્રધાન મોદી યુદ્ધ વિરામ પર કંઈ બોલશે
તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બધી સચ્ચાઈ કહી દેશે. ટ્રમ્પ યુદ્ધ વિરામ પર
સતત દાવા એ માટે કરે છે કે, વેપાર સમજૂતી ઈચ્છે છે. વેપાર સંધિના
મુદ્દે ભારત પર દબાણ કરે છે, તેવું રાહુલ બોલ્યા હતા. કોઈ નેતાએ
યુદ્ધ રોકાવ્યું નથી, તેવું મોદીએ કહ્યા બાદ લોકસભામાં વિપક્ષના
નેતા રાહુલે આવા પ્રહાર કર્યા હતા. હકીકતમાં, ટ્રમ્પ અત્યાર સુધી
26 વાર ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ
રોકાવ્યું હોવાનો દાવો કરી ચૂક્યા છે.