• શુક્રવાર, 01 ઑગસ્ટ, 2025

આદિપુરના પાંચ વાડીમાં અનેક મકાનના વીજ ઉપકરણોને નુકસાન

ગાંધીધામ, તા. 30 :  આદિપુરના વોર્ડ 1-એના  પાંચવાડી વિસ્તારમાં  અચાનક બપોરના અરસામાં વોલ્ટેજ વધી જતાં અનેક ઘરના વીજ ઉપકરણોને નુકસાન પહોંચ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી  છે. આ નુકસાનનાં પગલે મકાનધારકોને ભારે આર્થિક નુકસાની સહન કરવાનો વારો  આવ્યો છે. દરમ્યાન આ બનાવના પગલે વીજતંત્ર દ્વારા સર્વે સહિતની  કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ  આજે બપોરના અરસામાં  વોર્ડ 1-એના  પાંચવાડી વિસ્તારમાં  વોલ્ટેજ 402 જેટલા થઈ ગયા હતા. આ  સમસ્યાના કારણે  200 જેટલા ઘરના ટી.વી, પંખાએ.સી, કૂલર બળી ગયા હતા. આ બનાવનાં પગલે ત્વરિત નારણભાઈ લોચા, હીનાબેન ઠક્કર, ભાવેશ સોલંકીજેતાબેન ગઢવી અને અન્ય રહેવાસીઓ  આદિપુર પી.જી.વી.સી.એલ.ની કચેરીએ ધસી  ગયા હતા.   રહેવાસીઓ દ્વારા અધિકારીઓ સમક્ષ ઘટના અંગે આક્રોશપૂર્વકની રજૂઆત કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટરની બેદરકારીનાં કારણે આ ઘટના બની  હોવાનો આક્ષેપ રહેવાસીઓએ કર્યો હતો. રહેવાસીઓએ તંત્ર સમક્ષ જવાબદાર સામે પગલાં લેવાં અને  નુકસાનીનું વળતર આપવા અંગે ભારપૂર્વકની રજૂઆત કરવામાં આવી હતી.  આ અંગે આદિપુર સબ ડિવિઝનના નાયબ ઈજનેર શ્રી પટેલનો સંપર્ક સાંધતાં તેમણે બનાવને સમર્થન આપી  સર્વેની  કામગીરી ચાલુ  હોવાનું જણાવ્યું હતું. વીજ ઉપકરણોને નુકસાન થતા  રહેવાસીઓ ભારે મુશકેલીમાં મુકાયા હતા.   બનાવનાં પગલે લોકોમાં તંત્રની બેદરકારી પ્રત્યે આક્રોશ ભભૂકી ઊઠયો હતો. રહેવાસીઓ દ્વારા ભારે આર્થિક નુકસાની થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. 

Panchang

dd