મેલબોર્ન, તા. 30 : દ. આફ્રિકા વિરૂદ્ધની ઘરઆંગણે
રમાનારી ટી-20 અને વન ડે શ્રેણીની ઓસ્ટ્રેલિયાની
ટીમ જાહેર થઇ છે. જેમાં ટ્રેવિસ હેડ અને જોશ
હેઝલવૂડની વાપસી થઇ છે. આ બન્નેને વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસમાં વિશ્રામ અપાયો હતો. કપ્તાન
પેટ કમિન્સ અને અનુભવી ઝડપી બોલર પેટ કમિન્સને વિરામ અપાયો છે. આથી ઓલરાઉન્ડર મિચેલ
માર્શ ટી-20 અને વન ડે બન્ને ટીમનું સુકાન
સંભાળશે. સ્મિથ અને મેકસવેલ વન ડેમાંથી નિવૃત્તિ જાહેર કરી ચૂકયા છે. આથી ઓસ્ટ્રેલિયા
વન ડે ટીમ બદલાવના દોરમાંથી પસાર થઇ રહી છે. મિચેલ ઓવેન પહેલીવાર વન ડે ટીમમાં સામેલ
થયો છે. ઓસ્ટ્રેલિયા-આફ્રિકા પહેલાની ટી-20 શ્રેણી 10 ઓગસ્ટથી અને
વન ડે શ્રેણી 19 ઓગસ્ટથી શરૂ થશે. ઓસ્ટ્રેલિયા
ટી-20 ટીમ : મિચેલ માર્શ (કેપ્ટન), શોન એબોટ, ટિમ ડેવિડ,
બેન ડવારશુઇસ, નાથન એલિસ, કેમરૂન ગ્રીન, જોશ હેઝલવૂડ, ટ્રેવિસ
હેડ, જોશ ઇંગ્લીશ, મેટ કુહેનમેન,
ગ્લેન મેકસવેલ, મિચેલ ઓવેન, મેથ્યૂ શોર્ટ અને એડમ ઝમ્પા. વન ડે ટીમ : મિચેલ માર્શ (કેપ્ટન), જેવિયર બાર્ટલેટ, એલેકસ કેરી, બેન
ડવારશુઇસ, નાથન એલિસ, કેમરૂન ગ્રીન,
જોશ હેઝલવૂડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લીશ, માર્નસ લાબુશેન, લાન્સ
મોરિસ, મિચેલ ઓવેન, મેથ્યૂ શોર્ટ અને એડમ
ઝમ્પા.