• ગુરુવાર, 31 જુલાઈ, 2025

તામિલનાડુનો વિકેટકીપર એન. જગદીશન ભારતીય ટીમમાં સામેલ

નવી દિલ્હી, તા. 28 : તામિલનાડુનો વિકેટકીપર એન.જગદીશન પહેલીવાર ભારતીય ટેસ્ટ ટીમમાં પસંદ થયો છે. તે ઇંગ્લેન્ડ સામેના આખરી ટેસ્ટની ભારતીય ટીમમાં સામેલ થયો છે. નિયમિત વિકેટકીપર ઋષભ પંતના પગમાં ફ્રેકચર છે. આથી તે આખરી ટેસ્ટની બહાર થયો છે. એન. જગદીશન મંગળવારે ટીમ ઇન્ડિયા સાથે જોડાશે અને ઓવલ ટેસ્ટ માટે પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. જો કે પંતના સ્થાને ધ્રુવ જુરેલ ટીમની પહેલી પસંદગી હશે. જગદીશન કવરના રૂપમાં ટીમમાં સામેલ થયો છે. 29 વર્ષીય જગદીશને રણજી ટ્રોફીની ઉપરાઉપરી બે સીઝનમાં શાનદાર દેખાવ કર્યો છે. 2023-24માં 74.18ની સરેરાશથી 816 રન અને 2024-2પમાં પ6.16ની સરેરાશથી 674 રન કર્યાં હતા. તે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં ત્રેવડી સદી પણ ફટકારી ચૂક્યો છે.

Panchang

dd