લંડન, તા. 29 : ભારતીય ક્રિકેટ ટીમ લંડન સ્થિત
ભારતીય દૂતાવાસ કચેરીની શુભેચ્છા મુલાકાતે પહોંચી હતી. જયાં ભારતીય રાજદૂત વિક્રમ દોરાઇસ્વામી
અને અન્ય અધિકારીઓ અને તેમના પરિવારે ખેલાડીઓનું સ્વાગત કર્યું હતું. કપ્તાન શુભમન
ગિલે તમામ ખેલાડીઓના હસ્તાક્ષર સાથેનું બેટ ભારતીય દૂતાવાસ કચેરીને ભેટ કર્યું હતું.
આ તકે રવિ શાત્રી સાથે ખેલાડીઓનો પ્રશ્નોતરી કાર્યક્રમ પણ યોજાયો હતો. કોચ ગંભીરે કહ્યંy કે દુનિયાના આ હિસ્સાનો પ્રવાસ કરવો હંમેશાં
રોમાંચક અને પડકારરૂપ રહ્યો છે. કારણ કે બન્ને દેશ વચ્ચેનો ઇતિહાસ કયારે પણ ભુલાવી
શકાશે નહીં. અહીં અમારી પાસે હવે આખરી સપ્તાહ છે અને દેશને ગૌરવ અપાવવાની કોશિશ કરશું.
જયહિન્દ.