• ગુરુવાર, 31 જુલાઈ, 2025

લેયલા અને ડિ મિનોર ડીસી ઓપનમાં ચેમ્પિયન

વોશિંગ્ટન, તા. 28 : કેનેડાની લેયલા ફર્નાન્ડિઝ અને ઓસ્ટ્રેલિયાનો એલકેસ ડિ મિનોર વિપરિત સ્થિતિનો સામનો કરીને ડીસી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં ક્રમશ: મહિલા અને પુરુષ વિભાગમાં ચેમ્પિયન થયા છે. કેનેડાની 22 વર્ષીય લેયલા ફર્નાન્ડિઝનો ફાઇનલમાં રૂસી ખેલાડી અન્ના કાલિન્સકયા વિરુદ્ધ 6-1 અને 6-2થી શાનદાર વિજય થયો હતો જ્યારે મેન્સ સિંગલ્સના ફાઇનલમાં ત્રણ ચેમ્પિયનશિપ પોઇન્ટ બચાવીને 7મા ક્રમના એલેકસ ડિ મિનોરે 12 નંબરના ખેલાડી એલેકઝાંદ્રા ડેવિડોવિચને પ-7, 6-1 અને 7-6થી રોચક જીત મેળવી ખિતાબ કબજે કર્યો હતો. અમેરિકી ઓપનની તૈયારી માટેની આ ટૂર્નામેન્ટ ડીસી ઓપન હાર્ડ કોર્ટ પર રમાઇ છે.

Panchang

dd