• શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025

રાજકોટમાં મહિલા વન ડેનો જંગ જામશે : આજે ભારત - આયરલેન્ડ વચ્ચે પ્રથમ વન ડે

રાજકોટ, તા.9 : વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન બાદ આત્મવિશ્વાસથી ઓતપ્રોત ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સ્મૃતિ મંધાનાની કપ્તાનીમાં આયરલેન્ડ વિરુદ્ધ શુક્રવારથી શરૂ થતી 3 મેચની વન ડે શ્રેણીમાં વિજયક્રમ જાળવી રાખવાના મક્કમ ઇરાદે મેદાનમાં ઉતરશે. શ્રેણીની ત્રણેય મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ પર રમાશે. જેની પીચ બેટિંગને યારી આપતી માનવામાં આવે છે. આથી આ વન ડે શ્રેણીમાં બોલર્સ કરતા બેટર્સનું વર્ચસ્વ રહેશે તેવી ગણતરી થઈ રહી છે. રાજકોટમાં પહેલીવાર મહિલા ઇન્ટરનેશનલ વન ડે મેચ રમાશે. આથી શહેરમાં આ શ્રેણીને લઈને સારો એવો માહોલ જામ્યો છે. ભારતીય મહિલા ટીમે વેસ્ટ ઇન્ડિઝનો વન ડે શ્રેણીમાં 3-0થી વડોદરામાં સફાયો કર્યો હતો જ્યારે ટી-20 શ્રેણી 2-1થી જીતી હતી. સ્મૃતિ મંધાનાએ બન્ને શ્રેણીમાં સર્વાધિક 148 અને 193 રન કર્યા હતા. નિયમિત સુકાની હરમતપ્રિત સિંઘને આ સિરીઝમાં રેસ્ટ અપાયો છે. તેની ગેરહાજરીમાં સ્મૃતિ મંધાના સુકાન સંભાળશે. મેચ સવારે 11-00 વાગ્યાથી શરૂ થશે અને દર્શકો માટે ફ્રી એન્ટ્રી છે. ઝડપી બોલર રેણુકા સિંહને પણ વિશ્રામ અપાયો છે. હરમનપ્રિત ગેરહાજરીમાં સુકાની સ્મૃતિના સાથમાં હરલીન દેઓલ, પ્રતીકા રાવલ, જેમિમા રોડ્રિગ્સ, ઋચા ઘોષ વગેરે પર રન કરવાની જવાબદારી રહેશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd