• શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025

રાષ્ટ્રીય સમુદ્રી તરણ ટૂર્ના.માં માધાપરની છાત્રાને સતત બીજાં વર્ષે ગોલ્ડ મેડલ

ભુજ, તા. 8 : રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધામાં માધાપરની હિમધી ચૌહાણે સતત બીજા વર્ષે પણ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. પોરબંદરના સમુદ્રમાં  સ્પર્ધામાં દેશભરના 1200થી પણ વધારે તરવૈયાઓએ ભાગ લીધો હતો. દરિયાના પાણીમાં અતિશય કરંટ હોતા રેસ્ક્યુ માટે ઇન્ડિયન નેવી, કોસ્ટગાર્ડ, પોરબંદર નગરપાલિકા તેમજ સ્વામિંગ કલબના સભ્યો તૈનાત હતા. સ્પર્ધામાં માધાપરના શિક્ષક દંપતિ ભાવનાબેન અને ગિરીશ ચૌહાણની દસમા ધોરણમાં અભ્યાસ કરતી હિમધીએ 14થી 30 વર્ષની ઉંમરના સ્પર્ધકોની એક કિલોમીટરની સ્પર્ધામાં વહેલી સવારે કડકડતી ઠંડીમાં ભાગ લઈ ભારતભરમાંથી  પ્રથમ નંબર મેળવ્યો હતો. ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવેલ હતો. ગયા વર્ષે (2024) પણ પ્રથમ રહી હતી. કચ્છના પૂર્વ કલેક્ટર અને હાલ વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણા, કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ `સમાજ રત્ન' વિનોદભાઈ પી. સોલંકી, કચ્છ કેળવણી મંડળના પ્રમુખ ડો. મનોજભાઈ પી. સોલંકીએ અભિનંદન આપ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd