કેરા (તા. ભુજ), તા. 8: ચોવીસી ગામોમાં લોકપ્રિય એવી વોલિબોલ શૂટિંગ સ્પર્ધા ભારાપર
સૂર્યા મેદાન પર રમાઈ હતી. જેમાં સૂરજપરને ફાઈનલમાં હરાવી દહિંસરાએ સમાજ ટ્રોફી જીતી
હતી. 11 ટીમોએ ભાગ લીધો હતો. કચ્છી લેવા પટેલ સમાજ ભુજ, કચ્છી લેવા પટેલ યુવક સંઘ દ્વારા
દર શિયાળામાં ગામો વચ્ચે રમાતી સ્પર્ધામાં ભારાસરની બે, દહિંસરાની બે, સૂરજપર, નારાણપર,
સામત્રા, ગોડપર, કુન્દનપર, મિરઝાપર, બળદિયા, માનકુવાએ ભાગ લીધો હતો. ભારાસર સ્પોર્ટસ
ક્લબના સહકારથી રમાયેલ સ્પર્ધા ભારે રોમાંચક બની હતી. ફાઈનલ બેસ્ટ ઓફ થ્રીના નિયમ મુજબ
રમાઈ હતી જેમાં એમ્પાયર તરીકે વિકેશ પટેલ, કેતન ગુંસાઈ, બેસ્ટ નેટી ભરત ખીમાણી, બેસ્ટ
શુટર ધર્મેશ આશાણી રહ્યા હતા. પ્રારંભે યુવક સંઘ પ્રમુખ ડો. દિનેશ પાંચાણી, મંત્રી
રમેશ વરસાણી અને સભ્યોએ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ
ઉપાધ્યક્ષ કેસરાભાઈ પિંડોરીયાએ ખેલદીલીની ભાવના, સંઘ એકતા અને સમાજિક સંગઠન જાળવવા
શીખ આપી હતી. હોવાનું વિજય વરસાણીની એક યાદીમાં જણાવાયું હતું. ફાઈનલ મેચ સૂરજપર અને
દહિંસરા વચ્ચે ભારે ટક્કર બાદ કૌશલ્ય પૂર્ણ રમત રમનાર દહિંસરાએ ટ્રોફી જીતી લીધી હતી.
વિજેતા અને સારો દેખાવ કરનાર ખેલાડીઓને શિલ્ડ અપાયા હતા.