વિથોણ (તા.નખત્રાણા): સમાજને સંગઠિત કરવા અને સમાજના યુવાનોમાં
એકતાની ભાવનાનું સિંચન થાય એવા ઉદ્દેશથી કચ્છ કચ્છી વાળંદ સમાજ દ્વારા દર વર્ષની જેમ
આ વર્ષ પણ સતત આઠમી વખત વાંળદ પ્રીમિયર લીગની આયોજન કરાયું હતું. દેવપર યક્ષ ના સામાજિક અગ્રણી સતુભા
વંકાજી જાડેજા તથા સમાજના આગેવાનો, યુવાનો વગેરેની ઉપસ્થિતિમાં ટુર્નામેન્ટનો પ્રારંભ
કરવામાં આવ્યો હતો આ ટુર્નામેન્ટ ની આયોજન જવાબદારી દેવપર યક્ષ ના ઉમેશ ભાઈ શંકરભાઈ
રાણવા અને ભીખાલાલ બાબુલાલ બુઘ્ઘભટ્ટી તથા યુવા ગ્રુપ દ્વારા' દોસ્તીકપ' આયોજન કરવામાં
આવ્યુ છે આ ટુર્નામેન્ટમાં આઠ ટીમો ભાગ લઇ રહી છે અને તે દર શનિવારે યોજવામાં
આવે છે આ લીગની ફાઈનલ મેચ તા.11/1ના યોજાશે તેવુ ઉમેશભાઈની યાદીમાં જણાવાયું હતું.