• શુક્રવાર, 26 ડિસેમ્બર, 2025

ભુજમાં નાગરજ્ઞાતિના ક્ષેત્રપાળ દાદાનો પુન: પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

ભુજ, તા. 25 : નાગર જ્ઞાતિના વૈદ્ય અને પટ્ટણી અવંટકના ક્ષેત્રપાળ દાદાનો પુન: પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ક્ષેત્રપાળ દાદાનાં નવનિર્મિત મંદિરનાં સ્થાનકમાં ક્ષેત્રપાળ દાદાની પુન: પ્રતિષ્ઠા બાદ હવન કરાયો હતો. હવનમાં હિનાબેન સતીષ વૈદ્ય, ભારતીબેન ઉત્કર્ષ વૈદ્ય, પ્રિયંકાબેન ક્ષિતિજ વૈદ્ય, જાગૃતિબેન પલક પટ્ટણી, કાવ્યાબેન વેદાંત પટ્ટણી, અલ્કાબેન વૈદ્ય, ધ્વનિબેન વત્સલ વૈદ્ય સહિત સાત દંપતીએ ભાગ લીધો હતો. હવન પૂર્ણાહુતિ બાદ હાટકેશ કોમ્પલેક્સ ખાતે પ્રસાદનું આયોજન કરાયું હતું. ક્ષેત્રપાળ દાદાનાં નવનિર્માણ કાર્યમાં સેવા-સહયોગ આપનારા નાથાભાઇ પટેલનું દેવેન્દ્રભાઇ વૈદ્ય દ્વારા તથા મંદિરના ઇલેક્ટ્રિકનાં કાર્યમાં નેહલ પટ્ટણી તથા મીહિર પટ્ટણીનું અવિનાશ વૈદ્ય તથા પિયૂષ પટ્ટણી દ્વારા સન્માન કરાયું હતું. મંદિરમાં લાંબા સમયથી સેવાપૂજા કરતાં ચંદ્રિકાબેન મોહનપુરી ગોસ્વામીનું પ્રકાશિબેન વૈદ્યએ સન્માન કર્યું હતું. તૃષાબેન મનીષ વૈદ્ય તરફથી ચાર ખુરશીની ભેટ અપાઇ હતી. હવન દરમ્યાન પ્રસાદ, દુગ્ધાનુપાનના દાતા રાખીબેન સંજયભાઇ વૈદ્ય તથા વેદાંતભાઇ પટ્ટણી રહ્યા હતા. નીરવભાઇ પટ્ટણી તરફથી બે શાલ અપાઇ હતી. ધાર્મિકવિધિ ખંજનભાઇ વોરા તથા પરાગભાઇ રાણાએ કરાવી હતી. સંચાલન ધર્માન્શુ વૈદ્યે કર્યું હતું. વિમલેશ વૈદ્ય, અભિલાષ વૈદ્ય, નીલેશ વૈદ્ય, હર્ષ વૈદ્યએ સહયોગ અપ્યો હતો. સમસ્ત વૈદ્ય અને પટ્ટણી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Panchang

dd