ભુજ, તા. 27 : કચ્છ
મોરબીના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઇ ચાવડાએ 1962, 1965, 1971 અને
1999 કારગિલ યુદ્ધ તેમજ આંતકવાદી સામે લડતા પોતાના પ્રાણોની આહુતિ
આપનાર વીર શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરતાં `એક શામ શહીદો કે નામ' તેમજ 26મી
જાન્યુઆરી 2001ના કચ્છમાં થયેલ વિનાશક ભૂકંપમાં જીવ
ગુમાવનાર દિવંગતોને સ્મરણાંજલિ અને ભારતમાતા પૂજનના કાર્યક્રમનું આયોજન કર્યું
હતું. 76મા ગણતંત્ર દિવસની સંધ્યાએ રાષ્ટ્રભક્તિ ગીતોની લોક ગાયક
ઉમેશ બારોટ, દેવાંગીબેન
પટેલે રસલહાણ પીરસી હતી, જેમાં સંગીતમાં અક્ષય જાની એન્ડ
ગ્રુપે સહયોગ આપ્યો હતો. `એક શામ શહીદો કે નામ' કાર્યક્રમમાં ઉપસ્થિત
સેના અને પ્રશસાનિક અધિકારીગણ, તા.પં., જિ.પં. સદસ્ય તથા કાઉન્સિલરો સહ કાર્યકરો, સમાજ
નવનિર્માણ ટ્રસ્ટ ભુજના ટ્રસ્ટીઓ સૌનો આભાર વ્યક્ત કરતાં સાંસદ વિનોદભાઇ ચાવડાએ
જણાવ્યુ હતું કે, આજે પૂરો દેશ વીર શહીદો, સ્વતંત્રતાસેનાનીઓ અને વિજય દિવસના બહાદુર વીરો પ્રતિ નતમસ્તક છે, સાથે વીર શહીદોના પરિવારોનો ઋણી છે. તેમની વીરતાનો ઇતિહાસ સુવર્ણ
અક્ષરોમાં લખાશે અને આવનાર પેઢીઓ દેશપ્રેમ-દેશભક્તિથી અવગત થશે. વડાપ્રધાન
નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, સ્વતંત્રાસેનાની, તેમના પરિવારજનોને દરેક પ્રકારની
સુવિધા પ્રદાન કરી રહ્યા છે. સાથે સાથે સેનાના આધુનિકીકરણ, સામાજિક
ક્ષેત્રને મજબૂતી આપવાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. દીપ પ્રાગટ્ય બાદ બાલિકાઓ
દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ- દેશભક્તિના ગીતો સાથે સાથે સેનાના વીર જવાનો,
પોલીસ હોમગાર્ડસ, દેશ સેવામાં જોડાયેલી
સંસ્થાઓનું સન્માન કરાયું હતું. કાર્યક્રમ દરમ્યાન જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ
વરચંદ, ધારાસભ્ય ભુજ કેશુભાઇ પટેલ, ધારાસભ્ય
અંજાર ત્રિકમભાઇ છાંગા, અંગદાન પ્રણેતા દિલીપભાઇ દેશમુખ,
તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઇ વરસાણી, ભાજપ
જિલ્લા મહામંત્રી નરેન્દ્રભાઇ પ્રજાપતિ, નગરપાલિકા ભુજ
પ્રમુખ રશ્મિબેન સોલંકી, હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષભાઇ બારોટ,
પારૂલબેન કારા, ભાજપ શહેર પ્રમુખ મિતભાઇ ઠક્કર,
ઉપપ્રમુખ રાહુલભાઇ ગોર, જિલ્લા યુવા પ્રમુખ
તાપશ શાહ, અનંત સિંગ, પ્રકાશભાઇ પટેલ,
પ્રકાશભાઇ મહેશ્વરી, મોહનભાઇ ચાવડા, નરેશભાઇ મહેશ્વરી, હિતેશભાઇ ગોસ્વામી, અરાવિંદભાઇ લેઉવા, કિશોરભાઇ મહેશ્વરી, કમલભાઇ ગઢવી, દિનેશભાઇ ઠક્કર, અશોકભાઇ
હાથી, મનીષાબેન સોલંકી, ધવલરાજ,
રવિભાઇ ત્રવાડી, રવિભાઇ નામોરી, નીલેશ દાફડા, વિરમભાઇ આહીર, મુકેશભાઇ
ચંદે, તાલુકા પ્રમુખ કેવલ ગઢવી, બાલકૃષ્ણ
મોતા વિગેરેએ હાજરી આપી હતી.