ભુજ, તા. 27 : જ્યાં
રોટલો મળે પણ ઓટલો ન મળે એવા મુંબઈ શહેરના કચ્છના તેરાપંથી વાગડ સમુદાયના જૈન
પરિવારે મુંબઈને પોતાની કર્મભૂમિ બનાવી પણ વતનનો પ્રેમભાવ તેઓ ભુલ્યા નથી. કચ્છ
જૈન તેરાપંથ સમાજ મુંબઈ દ્વારા આચાર્યશ્રી મહાશ્રમણજીની કરછ યાત્રામાં સુરતથી કચ્છ
ભુજ સુધી તથા ભુજથી ફતેહગઢ ગામ સુધીમાં જેટલી પણ થઈ શકે તેટલી વધારેમાં વધારે તન, મન અને ધનથી મૂળ કચ્છના
અને હાલમાં મુંબઈ સ્થાયી પરિવારોએ આચાર્યશ્રી મહાશ્રમણજીની દર્શન સેવાનો લાભ લીધો
હતો તથા રસ્તાની વિહાર સેવામાં પણ સમર્પણ ભાવ સાથે ભાગ લીધો હતો, જેમણે સૌથી વધારે ગુરુભક્તિની આરાધના અને સમર્પણ ભાવથી સેવા અર્ચના કરી તે
છે ઉપાસક જીતુભાઈ ભાભેરા કે પોતેતો સેવામાં લાગેલા જ હતા, પરંતુ
અન્યોને લાવવામાં પણ તેઓ નિમિત્ત બન્યા હતા. ભુજ, માધાપર,
રાપર વિગેરેમાંથી ધંધા, રોજગાર તેમજ સામાજિક
તથા આર્થિક રીતે મુંબઈ સ્થાયી થયેલા લોકોના આરાધ્ય જ્યારે માદરે વતન આવતા હોય તો કોને મુંબઈ બેઠું
રહેવું ગમે ? બસ પછી શું, આજકાલ સોશિયલ
મીડિયાનો જમાનો એટલે તરત જ એક ગ્રુપ બની ગયું અને ગ્રુપમાં જોડાઈને એક કારોબારીની
રચના અને દરેક સભ્યોની સક્રિયતા વધી એટલે ગુરુભક્તિ ચાલુ થઇ ગઇ. મોંઘીબેન મણિલાલ
પીતાંબર ભાભેરા પરિવારે મહત્ત્વની જાહેરાત કરી છે કે, અત્યારે
તો અનેક પરિવારો સેવામાં આવી રહ્યા છે, પરંતુ રિટર્નમાં રાપર,
સેલારી તથા ફતેહગઢ વિગેરે ગામોમાં રસ્તાની સેવા જેમને કરવી હોય તે
તમામે તમામ સાધર્મિકોની ભક્તિનો લાભ આ પરિવાર વહન કરશે. છેલ્લા 25 વર્ષોથી
ભાભેરા પરિવાર ગુરુભક્તિમાં નિમિત્ત બનતો રહ્યો છે, જેમાં ઉપાસક જિતેન્દ્ર ભાભેરા તથા તેમના
પત્ની કંચન બહેનની સેવા પણ વિશેષ ઉલ્લેખનીય છે. ચોમાસાના ચાર મહિના બન્ને સાથે જ
ગુરુ સાંનિધ્યમાં રહીને સેવા ઉપાસનાનો લાભ લે છે. કરછ તેરાપંથ સમાજ- મુંબઈના
મંત્રી પીયૂષભાઈ ખંડોલ અને કન્વીનર જેન્તીભાઈ મહેતા તથા સમસ્ત કારોબારી કમિટીની
સંપૂર્ણ ટીમ તેરાપંથ ધર્મ-સંઘ અને સંઘપતિ પ્રત્યે સમર્પિત છે. ભૂતપૂર્વ પ્રમુખ
મહેન્દ્રભાઈ ભાભેરાનું તન-મન-ધનથી વિશેષ યોગદાન પણ ઉલ્લેખનીય છે. જયશ્રીબહેન મહેતા,
હસમુખ ખંડોર તથા પ્રભુલાલ બાબરિયા તથા નાના ભૂલકાઓમાં તીર્થ રાજન
દોશી અનેક દિવસોથી રસ્તાની સેવામાં સમર્પિત છે તેવું એક યાદીમાં મહેશ પ્રભુલાલ
મહેતાએ જણાવ્યું હતું.