• ગુરુવાર, 30 જાન્યુઆરી, 2025

શિસ્ત વિના રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ અશક્ય

ભુજ, તા. 27 : જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘનો વર્ષ 2025નો મહામહોત્સવ `મર્યાદા મહોત્સવ' ગુજરાતમા પ્રથમ વખત ભુજમાં યોજાનાર છે. આ મહામહોત્સવ માટે તેરાપંથ ધર્મસંઘના વર્તમાન અધિશાસ્તા, શાંતિદૂત આચાર્ય મહાશ્રમણજી પોતાની ધવલ સેના સાથે સતત પ્રવાસમાં છે. આચાર્યશ્રીનો મર્યાદા મહોત્સવ માટે 31 જાન્યુઆરીએ ભુજમાં મંગલ પ્રવેશ થવાનો છે, અને તે પહેલા કચ્છ જિલ્લાના અનેક ગામડાઓ આચાર્યશ્રીના ચરણરજથી પવિત્ર થવાનું સૌભાગ્ય મેળવી રહ્યા છે. વિહાર દરમિયાન રતનાલ ગામમાં આચાર્યશ્રીના મંગલ સન્નિધિમાં ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યાં આચાર્યશ્રીએ જનતા અને વિદ્યાર્થીઓને પવિત્ર ઉપદેશ આપ્યો હતો. આચાર્યશ્રીએ લગભગ 14 કિલોમીટરના વિહાર બાદ કુકમા ગામે આવેલ કે.વી. રાઠોડ શાળામાં પહોંચ્યા હતા. આચાર્યશ્રીએ ઉપસ્થિત જનમેદનીને પવિત્ર સંબોધન આપતાં કહ્યું કે ગણતંત્ર પર્વની શુભેચ્છા પાઠવવા સાથે દેશભરમાં દરેક જગ્યાએ સરકારી અને અર્ધ-સરકારી તથા પ્રાઈવેટ સ્થળોએ ધ્વજારોહણ,ભાષણ અને પરેડ થાય  રાજકીય શિસ્ત, મર્યાદા અને વ્યવસ્થા રાષ્ટ્ર માટે અત્યંત આવશ્યક છે. એમ કહી  સઘટન અને સંગઠન માટે પણ નિયમ અને કાયદા મહત્વપૂર્ણ છે.બંધારણ ખૂબ જ અગત્યનું છે.આજે દેશ બંધારણ મુજબ ચાલી રહ્યો છે.  તે મારી બાબત છે. ન્યાયપાલિકા, વિધાન પાલિકા અને પ્રેસ સહિતની તમામ સંસ્થાઓ પોતપોતાના કાર્યનું નિર્વાહ કરી રહી છે. જો આ બંધારણનું પાલન થાય તો દેશ ઉત્તમ રીતે ચાલી શકે છે અને જો આ નિયમોનું ઉલ્લંઘન થાય તો સમસ્યાઓ ઊભી થઈ શકે છે.  આચાર્યશ્રીએ જણાવ્યું કે શિસ્ત વગર વિકાસ અશક્ય છે. શાળા, ઘર, સમાજ કે રાષ્ટ્ર હોય, શિસ્ત હંમેશા જરૂરી છે. શિસ્તવાળા સંગઠનનો જ વિકાસ થાય છે. જો કોઈ ગુનો કરે, તો તેને દંડિત કરવાની વ્યવસ્થા હોવી જોઈએ. વધુમાં આચાર્યશ્રીએ કહ્યું કે દેશના તમામ નાગરિકો શાંતિથી રહે.લોકો પ્રેમ અને મૈત્રીથી જીવન જીવે. પડોશી દેશો સાથે શાંતિ અને સહકારની ભાવના રહે. ગણતંત્ર દિવસ સત્યપ્રેરણાત્મક ઉજ્જવળ બની રહેશે. કુકમા ગામના સરપંચ રસિલાબેનના પતિ ઉત્તમભાઈ રાઠોડ, શાળાના પ્રમુખ હરગાવિંદભાઈ ચૌહાણ અને દેવરાજ ચોપડાએ આચાર્યશ્રી પ્રત્યે ભાવનાત્મક વિચારો પ્રસ્તુત કર્યા હતા. મુનિ અનંતકુમારજીએ પણ આ કાર્યક્રમમાં પોતાના હૃદયના ભાવો પ્રસ્તુત કર્યા હતા અને આચાર્યશ્રીએ સૌને મંગલ આશીર્વાદ આપ્યાં હતા. આચાર્યશ્રી અને સાથે લગભગ એકસોની આસપાસ ની સંખ્યામાં પદવિહાર કરતાં સાધુ સાધ્વી ભગવંતોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિના કન્વીનર કીર્તિભાઈ સંઘવી ભુજના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ, યુવક પરિષદ્, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વિગેરે રસ્તાની સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે. તેવું પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd