ઉમર ખત્રી દ્વારા : મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 8 : ઋતુ પ્રમાણે
લેવાતા પાક પર હવામાનની થતી અસરથી ઊભેલા પાકને નુકસાની વેઠવી પડતી હોય છે. શિયાળામાં
ઠંડી, ઝાકળ અને તાપથી જરૂર હોય જેમ તેના કરતાં પડે તો પાકને નુકસાની થાય, પણ દાડમને
નુકસાન થતું હોવાથી નુકસાનીથી બચાવવા દાડમના વૃક્ષ પર કવચ ઢાંકવાનો ખેડૂતોએ વ્યાયામ
આદર્યો છે. ક્યાંક દાડમના ખેતરો પર આખા લાલ પટ્ટાથી દાડમના ઝાડને ઢાંકવામાં આવે છે,
પણ હાલમાં નખત્રાણા તાલુકાના અમુક ખેડૂતો નાસિકમાં દાડમના વૃક્ષ પર માંડવા બાંધવામાં
આવે છે. આવા જ માંડવા બાંધવાનો નખત્રાણા તાલુકાના અમુક ગામોના ખેડૂતોએ પ્રયાસ કર્યો
છે. નાના અંગિયાના બાબુલાલ પારસિયાએ કહ્યું હતું કે, શિયાળામાં દાડમના
ફાલને નુકસાન ન થાય. કારણ?કે વધુ ઠંડી-ઝાકળથી દાડમનો ફાલ કાળો પડી જાય અને ફૂગ લાગે
અને તેમાં જીવાત પણ પડે મતલબ દાડમના ફાલને નુકસાની, જેથી ખેડૂતો સફેદ ચાદરનું કવચ આપે
પણ નાના અંગિયામાં પોતે માંડવાની નવી પદ્ધતિ અપનાવી છે. પાંચ એકરના ખેતરમાં બાંધવાનો
નવતર પ્રયાસ કર્યો છે. આ નવતર પ્રયાસોથી દાડમના પાકને શિયાળામાં બહાર ઠંડું તો અંદર
ગરમ અને અંદર ઠંડું તો બહાર ગરમ મતલબ વાતાનુકૂલ હવામાન મળે છે. પોતાના પાંચ એકરના ખેતરમાં
2200 દાડમના વૃક્ષને ઠંડી, ઝાકળ અને તાપથી આ માંડવામાં દાડમને વાતાનુકૂળ છે, જેથી ઠંડી,
ઝાકળ અને તડકો ન લાગવાથી ફળની સાઇઝ પણ મોટી થાય છે અને દાડમ પણ કાળા નથી થતા. મોટી
વિરાણીના પ્રવીણભાઇએ પોતાના વ્યારના ખેતરમાં 10 એકર, કિશોર મેઘાણી (નાના અંગિયા) ત્રણ?એકરમાં
અને નખત્રાણાના લખનભાઇએ બે એકરમાં નવી પદ્ધતિના માંડવા બાંધી બાગાયતી ખેતી કરી રહ્યા
છે. આગામી દિવસોમાં જો દાડમના ઝાડને સુરક્ષા કવચ, દાડમના ઉત્પાદનમાં વધારે દાડમની સાઇઝ
મોટીમાં મચક મળશે તો આવનારા દિવસોમાં નાસિકરૂપી માંડવા કચ્છમાં દાડમના ખેતરોમાં જોવા
મળશે.